આજે વિશ્વપ્રસિદ્ધ ગંગોત્રીધામનાં કપાટ વિધિવિધાનથી ખોલવામાં આવ્યાં છે
આજે સવારે સવારે 7.30ના મુહૂર્ત પર મંદિરના પૂજારીઓની હાજરીમાં ગંગોત્રીધામનાં કપાટ ખોલવામાં આવ્યાં હતાં.
ગંગોત્રીધામમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી હતી. સાથે જ પુરોહિતોએ કોરોના મહામારીથી મુક્તિ મળે એ માટે વિશેષ પાઠ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોનાના કારણે ગંગોત્રીધામમાં દર્શન કરવા આવવાની ભક્તોને છૂટ નથી. જોકે ભક્તો ઑનલાઇન દર્શનનો લાભ લઈ શકશે.
