Site icon

આજે વિજયાદશમી -આસુરી શકિત સામે દૈવી શકિતના વિજયનું મહાપર્વ; જાણો દુર્ગા વિસર્જન નું મુહૂર્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

વિજ્યાદશમી એટલે કે દશેરાનો તહેવાર. વિજ્યાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર. આ તહેવાર શ્રીરામની રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્‍યમાં ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મનો વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ. આસો સુદ દસમના દિવસે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવે છે. વિજયાદશમી શક્તિની ઉપાસનાનો તહેવાર છે. શક્તિનો અર્થ છે- બળ, સામર્થ્ય અને પરાક્રમ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. દુર્જન વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ વ્યર્થ વિવાદ અને ચર્ચામાં કરે છે.

દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે. ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા" ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.

આજે તારીખ ૧૫.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

દુર્ગા વિસર્જન માટે મુહૂર્ત

દશમીના દિવસે ભક્તો મા દુર્ગાને પણ વિદાય આપે છે અને દસમી તિથિમાં વિસર્જન વહેલી સવારે કરવામાં આવે છે.

દશમી તિથિ 14 ઓક્ટોબરના રોજ સાંજે 6:52 વાગ્યે શરૂ થાય છે અને 15 ઓક્ટોબરે સાંજે 6:02 વાગ્યે સમાપ્ત થાય છે.

દુર્ગા વિસર્જન માટેનું મુહૂર્ત સવારે 06:22 વાગ્યાથી શરૂ થાય છે અને સવારે 08:40 વાગ્યે સમાપ્ત થાય છે.

Margashirsha Amavasya: સાવધાન! માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ, જાણો શું કહે છે ભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2026: 2026નું વર્ષ આ રાશિના જાતકો માટે રહેશે ભારે, જાણો કોને રહેશે શનિની સાડાસાતીની પકડ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version