Site icon

વાસ્તુ ટિપ્સ- તમારા હાથમાંથી વારંવાર પડતી આ વસ્તુઓ છે ખૂબ જ અશુભ-ના કરશો તેની અવગણના

News Continuous Bureau | Mumbai

વાસ્તુ શાસ્ત્ર (vastu shastra)માં આવા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને મુશ્કેલીઓ પણ ઉભી કરી શકે છે. આવું જ કંઈક આપણા હાથમાંથી પડતી વસ્તુઓ માટે પણ સૂચવે છે. રસોડા માટેની વાસ્તુ ટિપ્સ મુજબ, જો કેટલીક વસ્તુઓ આપણા હાથમાંથી પડતી રહે છે, તો તે આપણા માટે અશુભ સંકેત હોઈ શકે છે. આવો જાણીએ કઇ વસ્તુઓ  પડવાથી અશુભ સંકેત મળે છે.

Join Our WhatsApp Community

1. વારંવાર દૂધ નું ઢોળાવવું  

એવું માનવામાં આવે છે કે ઉકળતું દૂધ(mlk) વારંવાર ઢોળવાથી અથવા હાથમાંથી દૂધનો ગ્લાસ પડવાથી અનેક પ્રકારની અડચણો ઊભી થાય છે. વાસ્તુ અનુસાર દૂધ ચંદ્ર દેવતાનું પ્રતિક છે, તેથી વારંવાર આવું થવાથી આર્થિક સંકટની સ્થિતિની સંભાવના વધી જાય છે.

2. હાથ વડે તેલ ઢોળાવવું 

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે પૂજા ઘર અથવા રસોડામાં તેલનો (oil)ઉપયોગ કરો છો અને તે વારંવાર પડતું રહે છે, તો તે સારો સંકેત નથી. કારણ કે તેલને શનિદેવનું (shani dev)પ્રતિક માનવામાં આવે છે. તેમજ શનિવારે શનિદેવને તેલ ચઢાવવામાં આવે છે અને તેનું દાન પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં હાથમાંથી વારંવાર તેલ પડવું ધનની ખોટનો સંકેત માનવામાં આવે છે અને તે અવરોધો બનાવે છે.

3. પ્લેટમાંથી અનાજ પડવું

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ભોજન પીરસતી વખતે અથવા કોઈને દાન આપતી વખતે હાથ કે થાળીમાંથી અનાજ પડી જાય તો તે તમારા માટે અશુભ સંકેત છે, તેનાથી વાસ્તુ દોષ (vastu dosh)થવાનું જોખમ વધી જાય છે.

4. મીઠા નું પડવું 

મીઠાનો(salt) ઉપયોગ દરેક ઘરમાં થાય છે, આવી સ્થિતિમાં જો હાથમાંથી મીઠું વારંવાર પડી રહ્યું હોય તો તે શુભ સંકેત નથી. એવું માનવામાં આવે છે કે મીઠું પડવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા થાય છે. વાસ્તુ નિષ્ણાતો પણ કહે છે કે મીઠું પડવાથી ઘરમાં વિવાદ વધી શકે છે. જો આવું ક્યારેક-ક્યારેક થતું હોય તો પરેશાન ન થાઓ, પરંતુ તેનું વારંવાર થવું એ વ્યક્તિ માટે અશુભ સંકેત છે.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- ભૂલ માં પણ આ દિવસો માં ના ખરીદો ફર્નિચર- જાણો કયા દિવસે અને કયા સમયે ઘર માટે નવી વસ્તુઓ ખરીદવી

નોંધ – અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Exit mobile version