Site icon

Gajkesari Rajyoga: 12 ઓક્ટોબરે ચંદ્રમાનો મિથુન રાશિમાં પ્રવેશ, ગુરુ સાથેના મિલનથી બનશે શુભ ગજકેસરી રાજયોગ, આ રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત

Gajkesari Rajyoga: ધનતેરસ પહેલા બની રહ્યો છે ગજકેસરી રાજયોગ. આ રાજયોગથી ત્રણ રાશિના જીવનમાં આવશે સમૃદ્ધિ, ધનલાભ અને સફળતા

Gajkesari Rajyoga Before Dhanteras: Taurus, Gemini, Virgo to Witness Golden Days

Gajkesari Rajyoga Before Dhanteras: Taurus, Gemini, Virgo to Witness Golden Days

News Continuous Bureau | Mumbai

Gajkesari Rajyoga: આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરે ઉજવાશે. તે પહેલાં 12 ઓક્ટોબરે એક વિશેષ જ્યોતિષીય સંયોગ બની રહ્યો છે –  ગજકેસરી રાજયોગ . આ યોગ ત્યારે બને છે જ્યારે ચંદ્રમા અને ગુરુ એક જ રાશિમાં હોય. આ વખતે ચંદ્રમા મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં પહેલેથી જ ગુરુ હાજર છે. આ યોગ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે જીવનમાં ધન, સમૃદ્ધિ અને માન-સન્માન લાવે છે.

Join Our WhatsApp Community

વૃષભ રાશિ – આર્થિક લાભ અને વ્યવસાયમાં વૃદ્ધિ

વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે. આ યોગ તેમની કુંડળીના બીજા ભાવમાં બની રહ્યો છે, જે સંચાર ક્ષમતા અને ધન સંબંધિત બાબતોને પ્રભાવિત કરે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. ખાસ કરીને  બેંકિંગ , માર્કેટિંગ ,  મીડિયા અને  સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા લોકો માટે આ સમય લાભદાયક રહેશે. નવી તક મળવાની શક્યતા છે અને નોકરીમાં પણ ધનલાભ થઈ શકે છે.

મિથુન રાશિ – આત્મવિશ્વાસ અને સંબંધોમાં સુધારો

મિથુન રાશિના જાતકો માટે આ યોગ લગ્ન ભાવમાં બની રહ્યો છે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી પર્સનાલિટી વધુ આકર્ષક બનશે. લગ્ન જીવનમાં સુખદ પળો આવશે અને અવિવાહિતોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. ઘર ખરીદવા કે નવી શરૂઆત માટે પણ આ સમય શ્રેષ્ઠ છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને મન પ્રસન્ન રહેશે.

આ સમાચાર પણ વાંચો : Hans Mahapurush Rajyog: દિવાળી પહેલા દેવગુરુ બૃહસ્પતિ બનાવશે હંસ મહાપુરુષ રાજયોગ, ‘આ’ રાશિઓ માટે આવશે શુભ સમય

કન્યા રાશિ – કારકિર્દી અને વ્યવસાયમાં નવી ઊંચાઈ

કન્યા રાશિના જાતકો માટે આ યોગ કર્મ ભાવમાં બની રહ્યો છે. આ સમય દરમિયાન કારકિર્દી  અને બિઝનેસ બંનેમાં સફળતા મળશે. નોકરી શોધી રહેલા લોકોને નવી તક મળશે અને વેપારીઓને નવા ઓર્ડર મળશે. નવો ઘર કે વાહન ખરીદવાનો પણ યોગ્ય સમય છે. પિતાની સાથે સંબંધો મજબૂત બનશે અને પરિવારિક શાંતિ રહેશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૪ ઓક્ટોબર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hans Mahapurush Rajyog: દિવાળી પહેલા દેવગુરુ બૃહસ્પતિ બનાવશે હંસ મહાપુરુષ રાજયોગ, ‘આ’ રાશિઓ માટે આવશે શુભ સમય
Today’s Horoscope : આજનો દિવસ: ૩ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Karwa Chauth 2025: ક્યારે છે કરવા ચોથ? જાણો વ્રત વિધિ, શુભ મુહૂર્ત અને ચંદ્રદર્શનનો સમય
Exit mobile version