જ્ઞાના સરસ્વતી મંદિર, તેલંગાણાના બસાર ખાતે ગોદાવરી નદીના કાંઠે સ્થિત એક હિન્દુ મંદિર છે. જે વિધાની દેવી સરસ્વતીને સમર્પિત છે.તે ભારતીય ઉપખંડમાં બે પ્રખ્યાત સરસ્વતી મંદિરોમાંનું એક છે, બીજું શારદાપીઠ છે. સરસ્વતી એ જ્ઞાન અને વિદ્યાની દેવી છે. મંદિરમા 1 લા માળે મહાકાળી મૂર્તિ પણ સ્થિત છે. ભક્તો હંમેશા નજીકના પર્વત પર જાય છે જેમાં ખડકની ટોચ પર દેવી સરસ્વતીની મૂર્તિ છે. ગર્ભગૃહમાં લક્ષ્મીની મૂર્તિ પણ છે. સરસ્વતી, લક્ષ્મી અને કાળી માતાની હાજરીને લીધે, બસારને દિવ્ય ત્રિમૂર્તિનો વાસ માનવામાં આવે છે….
જ્ઞાના સરસ્વતી મંદિર
