Site icon

Gupt Navratri 2025: 26 જૂનથી શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, જાણો શા માટે છે ખાસ અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ

Gupt Navratri 2025: આ વર્ષે ગુપ્ત નવરાત્રિ 26 જૂનથી 4 જુલાઈ સુધી ચાલશે, તંત્ર સાધના અને શક્તિ ઉપાસના નો શ્રેષ્ઠ સમય

Gupt Navratri 2025 Begins on June 26 Know Its Spiritual Significance and Rituals

Gupt Navratri 2025 Begins on June 26 Know Its Spiritual Significance and Rituals

News Continuous Bureau | Mumbai

Gupt Navratri 2025:  આ વર્ષે ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri) 26 જૂન 2025, ગુરુવારથી શરૂ થઈ રહી છે અને 4 જુલાઈ 2025, શુક્રવાર સુધી ચાલશે. આ નવરાત્રિ ખાસ કરીને તાંત્રિક સાધકો અને ગુપ્ત રીતે પૂજા કરનારા ભક્તો માટે મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન માતા દુર્ગાના દસ મહાવિદ્યા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જેમ કે કાલી, તારા, ભુવનેશ્વરી, છિન્નમસ્તા વગેરે.

Join Our WhatsApp Community

 

ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri) શું છે અને શા માટે છે ખાસ?

ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri) સામાન્ય નવરાત્રિ કરતા ઓછી પ્રસિદ્ધ હોય છે, પણ આધ્યાત્મિક રીતે વધુ મહત્વ ધરાવે છે. આ નવરાત્રિ  તાંત્રિક સાધના, સિદ્ધિ પ્રાપ્તિ અને મનોકામના પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન ગુપ્ત રીતે કરેલી પૂજા, મંત્ર જાપ અને ઉપવાસ થી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

 

ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri) દરમિયાન શું કરવું?

આ સમાચાર પણ વાંચો : Guru Asta 2025: ગુરુ ના અસ્ત થવા થી શુભ કાર્યમાં આવશે વિઘ્ન, જાણો કઈ રાશિઓ પર પડશે અસર

સામાન્ય ભક્તો માટે ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri) કેવી રીતે લાભદાયી?

જેમ કે ગુપ્ત નવરાત્રિ (Gupt Navratri) તાંત્રિક સાધના માટે જાણીતું છે, તેમ છતાં સામાન્ય ભક્તો પણ શ્રદ્ધા અને નિયમથી માતાની પૂજા કરી શકે છે. ઉપવાસ, દુર્ગા સપ્તશતી પઠન, કન્યા પૂજન જેવા સરળ ઉપાયો દ્વારા માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ નવરાત્રિ દરમિયાન કરેલી સાધના જીવનની મુશ્કેલીઓ દૂર કરવા અને શાંતિ લાવવા માટે ઉત્તમ માનવામાં આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Today’s Horoscope : આજનો દિવસ:૯ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Numerology: અંકશાસ્ત્ર: સ્વભાવે રહસ્યમય પણ પાર્ટનર તરીકે હોય છે બેસ્ટ! જાણો ‘મૂલાંક 7’ ધરાવતા લોકોની ખાસિયતો
Exit mobile version