Site icon

Guru Pushya Yoga 2023: આજે છે ગુરૂપુષ્ય નક્ષત્ર યોગ, જાણો મહત્વ, મુહુર્ત અને ઉપાય

Guru Pushya Yoga 2023: ગુરુપુષ્યામૃત યોગ 25 મેના રોજ સૂર્યોદયથી સાંજે 05:54 સુધી છે. આ દિવસે સાંજે 05.54 વાગ્યાથી આશ્લેષ નક્ષત્ર શરૂ થાય છે.

Guru Pushya Yoga on May 25, 2023: Its benefits, remedies and significance

Guru Pushya Yoga 2023: આજે છે ગુરૂપુષ્ય નક્ષત્ર યોગ, જાણો મહત્વ, મુહુર્ત અને ઉપાય

News Continuous Bureau | Mumbai

Guru Pushya Yoga 2023:  આજે 25મી મેના રોજ વર્ષનો બીજો ગુરુપુષ્ય યોગ થવા જઈ રહ્યો છે. જેમ તમામ પ્રાણીઓમાં સિંહને શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેવી જ રીતે ગુરુપુષ્ય યોગ તમામ યોગોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગુરુપુષ્ય યોગમાં કોઈપણ કાર્યની શરૂઆત ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને પણ ધનતેરસ સમાન માનવામાં આવે છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે સોનું, કાર કે જમીન ખરીદવી શુભ હોય છે. ગુરુપુષ્ય યોગ 25મી મેના રોજ સવારે 5:25 થી સાંજના 06:00 સુધી રહેવાનો છે.

Join Our WhatsApp Community

 આ દુર્લભ યોગ મે પછી ડિસેમ્બરમાં ફરી આવશે. 25મી મેના રોજ ગુરુપુષ્યામૃત યોગ સાથે 5 શુભ યોગો બની રહ્યા છે. વૃદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગ પણ તે દિવસે રચાય છે.  આ દિવસે તમે લગ્ન સિવાય અન્ય તમામ શુભ કાર્યો કરી શકો છો.  

ગુરુપુષ્યામૃત યોગ –

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે આ દુર્લભ ગુરુ પુષ્યામૃત યોગ રચાય છે. ગુરુ પુષ્યામૃત યોગને ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નક્ષત્ર યોગ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જો તમને આખા વર્ષમાં કોઈ શુભ કાર્ય માટે કોઈ દિવસ ન મળે તો તમે ગુરુપુષ્યામૃત યોગ દિવસે કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : આજનું આયુર્વેદિક જ્ઞાન : તુલસી – તુલસીના સેવનના છે અગણિત લાભો

ગુરુપુષ્યામૃત યોગ 2023 કેટલો લાંબો 

ગુરુપુષ્યામૃત યોગ 25 મેના રોજ સૂર્યોદયથી સાંજે 05:54 સુધી છે. આ દિવસે સાંજે 05.54 વાગ્યાથી આશ્લેષ નક્ષત્ર શરૂ થાય છે. આવી સ્થિતિમાં તમે 25 મેના રોજ સવારથી 05:54 વાગ્યા સુધી શુભ વસ્તુઓ ખરીદી શકો છો. તથા કોઈપણ શુભ કાર્ય કરી શકો છો.

ગુરુપુષ્યામૃત યોગ ઉપાય 

ગુરૂ પુષ્ય યોગના દિવસે ઘરની બહાર સ્વસ્તિક નુ ચિન્હ બનાવો અને દક્ષિણાવર્તી શંખની પૂજા કરો. આ શંખને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત છે. આવુ કરવાથી અટકેલુ ધન પ્રાપ્ત થાય છે. 

આ દિવસે જૂની ચાંદીના સિક્કા અને રૂપિયા સાથે કોડી મુકીને તેનુ કેસર અને હળદરથી પૂજન કરો. પૂજા પછી તેને તિજોરીમાં મુકી દો. આ ઉપાયથી તમારી તિજોરીમાં બરકત કાયમ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  આજે તારીખ ૨૫:૦૫:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Exit mobile version