Site icon

Guruwar Upay: ગુરુવારે કેસરનું તિલક કપાળ પર લગાવવાથી થાય છે ઘણા ફાયદા, આર્થિક લાભથી લઈને ગુરુ બનશે બળવાન..

Guruwar Upay: કેસરના ફાયદા ભાગ્યે જ કોઈ જાણતા હશે. કેસર હેલ્ધી હોવા ઉપરાંત સુંદરતામાં પણ વધારો કરે છે. કેસરને કુમકુમ, જાફરન અને અંગ્રેજીમાં સેફ્રોન જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમજ જ્યોતિશાસ્ત્રમાં પણ આને ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. જાણો શું છે આના ફાયદા..

Guruwar Upay Applying saffron tilak on the forehead on Thursday gives many benefits, from financial benefits to Guru will become powerful.

Guruwar Upay Applying saffron tilak on the forehead on Thursday gives many benefits, from financial benefits to Guru will become powerful.

News Continuous Bureau | Mumbai

Guruwar Upay: સનાતન ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તિલક ( Tilak ) લગાવવાથી જીવનમાં તમારી કીર્તિ વધે છે. તેમજ ગુરૂવારે કેસરનું તિલક લગાવવામાં આવે છે. 

Join Our WhatsApp Community

ગુરુવારના દેવ ગુરુ દેવ ( Guru Dev ) બ્રહસ્પતિ છે. આ દિવસે તિલક ( Kesar tilak ) કરવાથી તમારા ગુરુને બળ મળે છે. કેસર ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. કેસર ના ઉપાય કરવાથી કુંડળીમાં ગુરુ બ્રહસ્પતિ બળવાન બને છે.

જો તમે પણ ગુરૂવારના દિવસે કેસરનું તિલક લગાવવા માંગતા હોવ તો તેને કોઈ પણ દિવસથી લગાવવાનું શરુ ન કરો. 

Guruwar Upay:  કેસરનું તિલક લગાવવા માટે કોઈપણ મહિનાના શુક્લ પક્ષના ગુરુવારથી તેની શરૂઆત કરો.

કેસર ( Saffron ) ખૂબ જ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. તેને લગાવવાથી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. જાણો કેસરનું તિલક લગાવવાના અન્ય શું છે ફાયદા.

આ સમાચાર પણ વાંચો: Narmada Pushkaram: 1 મે થી 12 દિવસ માટે નર્મદા પુષ્કરમ ઉત્સવનું થશે ભવ્ય આયોજન

-દરરોજ કેસરનું તિલક લગાવવાથી કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે.

-કેસરનું તિલક લગાવવાથી તમારો ગ્રહ ગુરુ બળવાન બને છે અને તમને નોકરી અને કરિયરમાં સફળતા મળે છે.

-શુક્લ પક્ષના પહેલા ગુરુવારથી તમે કેસરનું તિલક લગાવવાનું શરૂ કરો છો તો પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે.

-કામ અને વ્યવસાયમાં એકાગ્રતા જાળવી રાખવા માટે કેસરનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે.

-ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે રોજ કપાળ પર કેસરનું તિલક લગાવો.

-કેસરનું તિલક ન માત્ર તમારા માન અને પ્રતિષ્ઠામાં વધારો કરે છે અને તમને આગળ વધવાની પ્રેરણા પણ આપે છે.

-કેસરનું તિલક લગાવવાથી ભગવાન ભોલેનાથ, શ્રી હરિ વિષ્ણુ, ગણેશજી અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Exit mobile version