Site icon

Jyotish Today : જાણો આજનું રાશી ભવિષ્ય અને પંચાંગ

આજનો દિવસ ૪ એપ્રિલ ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

todays horoscope 31st october 2023 horoscope

todays horoscope 31st october 2023 horoscope

આજનો દિવસ
૪ એપ્રિલ ૨૦૨૫, શુક્રવાર, વિક્રમ સંવત ૨૦૮૧

 

“તિથિ” – ચૈત્ર સુદ સાતમ

Join Our WhatsApp Community

“દિન મહીમા”
શાશ્વતિ આયંબિલ ઓળી અને અઠ્ઠાઈ પ્રા.(જૈ.), વાસંતી-દુર્ગા પૂજા (બંગાળ), વિષ્ટિ ૨૦-૧૩થી, શનિ ઉદય (પૂર્વ).

“સુર્યોદય” – ૬.૩૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૫૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૧.૦૯ થી ૧૨.૪૧

“ચંદ્ર” – મિથુન
આજે જન્મેલા બાળકની રાશી મિથુન રહેશે.

“નક્ષત્ર” – આદ્રા

“ચંદ્ર વાસ” – પશ્ચિમ
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા

ચલઃ ૬.૩૧ – ૮.૦૪
લાભઃ ૮.૦૪ – ૯.૩૬
અમૃતઃ ૯.૩૬ – ૧૧.૦૯
શુભઃ ૧૨.૪૧ – ૧૪.૧૪
ચલઃ ૧૭.૧૯ – ૧૮.૫૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૧.૪૬ – ૨૩.૧૪
શુભઃ ૨૪.૪૧ – ૨૬.૦૮
અમૃતઃ ૨૬.૦૮ – ૨૭.૩૬
ચલઃ ૨૭.૩૬ – ૨૯.૦૩

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.

“કર્કઃ”(ડ,હ)-
આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

“સિંહઃ”(મ,ટ)-
આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.

“તુલાઃ”(ર,ત)-
આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

Chandra Grahan Holi 2026: હોળી ૨૦૨૬ પર ‘બ્લડ મૂન’નું સંકટ: ૧૦૦ વર્ષ બાદ હોલિકા દહને ચંદ્રગ્રહણ, જાણો ૨૦ મિનિટના ગ્રહણની સૂતક અને મુહૂર્ત પર અસર.
Today’s Horoscope : આજનો દિવસ:૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Garud Puran: ગરુડ પુરાણનું કડવું સત્ય: મૃત્યુ ક્યારેય અચાનક નથી આવતું, યમરાજ મોકલે છે આ ખાસ ચિહ્નો.
Today’s Horoscope : આજનો દિવસ:૬ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version