Site icon

વ્યવસાયમાં પ્રગતિ માટે અજમાવી જુઓ આ વાસ્તુ ટિપ્સ-પૈસા સંબંધિત સમસ્યાઓ થઇ જશે દૂર

News Continuous Bureau | Mumbai

વાસ્તુનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. જો ઘર કે કાર્યસ્થળ વાસ્તુ (vastu)અનુસાર ન બને તો આપણા ઘરમાં ગરીબી આવે છે અને જે ઘરમાં ગરીબી હોય છે. ત્યાંથી માતા લક્ષ્મી ક્રોધમાં નીકળી જાય છે.તમે જોયું જ હશે કે કેટલાક લોકો તેમની દુકાન પર મહેનત કરે છે પરંતુ તેમ છતાં તેમની પ્રગતિ થતી જણાતી નથી. મતલબ ધંધો(business) સારો નથી ચાલતો અને કહેવાય છે કે કોઈના ધંધા ને નજર લાગી ગઈ છે. પરંતુ વ્યવસાયમાં સારો ન થવાનું કારણ પણ વાસ્તુ દોષ હોઈ શકે છે. વ્યવસાયને સફળ બનાવવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ ઉપાયો શું છે.

Join Our WhatsApp Community

1. તિજોરી ઉત્તર દિશામાં રાખો:

ઘર, ઓફિસ, દુકાન કે કારખાનામાં ઉત્તર દિશા કુબેરની(Kuber) માનવામાં આવે છે. તેથી, તમારે તમારું કેશ કાઉન્ટર અથવા તિજોરી ઉત્તર દિશામાં જ રાખવું જોઈએ. આનાથી ધંધામાં ધીરે ધીરે પ્રગતિ થવા લાગશે. તેમજ ધનના દેવતા કુબેરજી ની કૃપા તમારા પર બની રહેશે.

2. આ વસ્તુઓ ઇન્સ્ટોલ કરો:

વ્યવસાયમાં પ્રગતિ માટે, તમે તમારા ટેબલ પર શ્રી યંત્ર, વ્યાપર વૃદ્ધિ યંત્ર, ક્રિસ્ટલ ટર્ટલ, ક્રિસ્ટલ બોલ, હાથી વગેરે રાખી શકો છો. આ વસ્તુઓથી દુકાનના વાસ્તુ દોષ(Vastu dosh) દૂર થાય છે અને સકારાત્મકતા રહે છે.

3. વ્યવસાય માલિકે આ દિશામાં બેસવું:

કામના સ્થળે ધંધાના માલિકનો(businessman) ઓરડો દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય અને બેસતી વખતે મુખ ઉત્તર દિશા તરફ હોય તો શ્રેષ્ઠ છે. તમે જ્યાં બેસો છો તેની પાછળ એક નક્કર દિવાલ હોવી જોઈએ. ત્યાં કોઈ બારીઓ અથવા કાચની દિવાલો હોવી જોઈએ નહીં.

4. ઈશાન દિશામાં પૂજા સ્થળ બનાવોઃ

જો તમારે વ્યવસાયમાં પ્રગતિ કરવી હોય તો તમારી ઓફિસ કે દુકાનમાં ઈશાન (ઉત્તર-પૂર્વ) એકદમ ખાલી રાખો. જો પૂજા સ્થળ પણ ઈશાન દિશામાં રાખવામાં આવે તો તે વધુ સારું રહેશે. ઉત્તરપૂર્વની સ્વચ્છતા ગ્રાહકોને(customer) આકર્ષે છે, તેથી સ્થળને હંમેશા સુઘડ અને વ્યવસ્થિત રાખો. જૂતા અને ચપ્પલ ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખો કારણ કે તેનાથી વેપારમાં નુકસાન થઈ શકે છે.

5. બિનઉપયોગી વસ્તુઓ ન રાખવી જોઈએ:

વાસ્તુશાસ્ત્ર અનુસાર દુકાનમાં નકામી, બિનઉપયોગી સામાન ન રાખવો જોઈએ અને ક્યારેય પણ તમારી દુકાનમાં આવી કોઈ ખોટી વસ્તુ ન થવા દેવી જોઈએ. તેનાથી દુકાનનો (shop)ધંધો બગડે છે.

આ સમાચાર પણ વાંચો : વિવાહિત સ્ત્રીએ માંગમાં ઉધાર લીધેલા સિંદૂરનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ-આવી શકે છે આ મુસીબત

Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Dhan Shakti Yog: દિવાળી પછી ‘આ’ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ; ધન દાતા શુક્ર બનાવશે ધન શક્તિ યોગ
Shani Gochar 2025: 3 ઓક્ટોબરથી ‘આ’ રાશિઓના ઘરમાં આવશે પૈસા; 27 વર્ષ પછી શનિ કરશે ગુરુના નક્ષત્રમાં પ્રવેશ
Exit mobile version