ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો
23 ઑગસ્ટ, 2021
સોમવાર
કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે સૌરાષ્ટ્રના એક સુપ્રસિદ્ધ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર જન્માષ્ટમી તહેવારો દરમિયાન બંધ રહેશે.
એટલે કે 27 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર એમ 6 દિવસ સુધી અને અન્નક્ષેત્ર બંને દર્શનાથીઓ માટે બંધ રહેશે.
2 સપ્ટેમ્બરને ગુરૂવારથી ભક્તો પૂજ્ય જલારામ બાપાના દર્શન રાબેતા મુજબ કરી શકશે.
જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું હવે આ નામ રાખવામાં આવશે, ડેપ્યુટી સીએમએ આપી જાણકારી
