શ્રી કાલ ભૈરવ મંદિર મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં સ્થિત એક હિન્દુ મંદિર છે. તે શહેરના વાલી દેવ, કાલ ભૈરવને સમર્પિત છે. તેઓને શહેરના સેનાપતિ માનવામાં આવે છે. શિપ્રા નદીના કાંઠે સ્થિત છે, તે શહેરનું સૌથી સક્રિય મંદિરોમાંનું એક છે, જ્યા સેંકડો ભક્તો મંદિરની મુલાકાત લે છે.