Kartik Purnima 2025: કાર્તિક પૂર્ણિમા 2025: ક્યારે છે? જાણો પૂજન વિધિ, શુભ મુહૂર્ત અને માતા લક્ષ્મી ના આશીર્વાદ પ્રાપ્ત કરવાની રીત

Kartik Purnima 2025: 5 નવેમ્બર 2025ના રોજ મનાવાશે કાર્તિક પૂર્ણિમા, દેવ દિવાળી અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે

by Zalak Parikh
Kartik Purnima 2025: Date, Puja Vidhi, and Shubh Muhurat for Dev Deepawali

News Continuous Bureau | Mumbai

Kartik Purnima 2025: હિંદુ ધર્મમાં દરેક પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ હોય છે, જેમાંથી કાર્તિક માસની પૂર્ણિમા સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે દેવ દિવાળી મનાવવામાં આવે છે અને ભગવાન લક્ષ્મી-નારાયણ, શિવ-પાર્વતી અને ગંગા માતાની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 5 નવેમ્બર 2025, બુધવારના રોજ છે.

 કાર્તિક પૂર્ણિમા – તિથિ અને મુહૂર્ત

  • તિથિ શરૂ: 4 નવેમ્બર, રાત્રે 10:36
  • તિથિ સમાપ્ત: 5 નવેમ્બર, સાંજ 6:48
  • ગંગા સ્નાન મુહૂર્ત: સવારે 4:52 થી 5:44
  • પૂજા મુહૂર્ત: સવારે 7:58 થી 9:20
  • દેવ દિવાળી (પ્રદોષકાલ) મુહૂર્ત: સાંજ 5:15 થી રાત્રે 7:05
  • ચંદ્રોદય: સાંજ 5:11

 કાર્તિક પૂર્ણિમા વ્રત અને પૂજન વિધિ

  • સૂર્યોદય પહેલાં ગંગા સ્નાન કરો
  • ઘરમાં ગંગાજળ છાંટો
  • ફળાહાર વ્રત લો – અનાજ, તામસિક આહાર ટાળો
  • ગણેશજી, શિવ-પાર્વતી અને લક્ષ્મી-નારાયણની પૂજા કરો
  • સત્યાનારાયણ કથા વાંચો
  • બ્રાહ્મણને દાન આપો – અનાજ, ઘી, તેલ, ચોખા
  • તળાવ કે જળાશયમાં દીપદાન કરો
  • વ્રતનું પારણું  કરો

આ સમાચાર પણ વાંચો : Tulsi Vivah 2025: તુલસી વિવાહ 2025 ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજન વિધિ અને ધાર્મિક મહત્વ

 માતા લક્ષ્મી ના આશીર્વાદ પ્રાપ્ત કરવાના ઉપાયો 

  • લાલ ફૂલ અર્પિત કરો
  • કનકધારા સ્તોત્રનો પાઠ કરો
  • 11 કોડીઓ પર હળદર લગાવીને પૂજામાં અર્પિત કરો
  • ઘીનો દીપક પ્રજ્વલિત કરીને લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો
  • પૂજા પછી કોડીઓને તિજોરીમાં રાખો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More