Site icon

હર હર મહાદેવ! આગામી આ તારીખે ખોલવામાં આવશે કેદારનાથના કપાટ, ચારધામ યાત્રા આ દિવસથી થશે શરૂ; જાણો સમગ્ર કાર્યક્રમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02 માર્ચ 2022           

Join Our WhatsApp Community

બુધવાર 

બાર જ્યોતિર્લિંગમાંથી એક ભગવાન કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે. 

કેદારનાથના દ્વાર આગામી 6 મેના રોજ સવારે 6.25 કલાકે અમૃતકાળમાં ખુલશે. 

બાબા કેદારની ડોળી આગામી 2 મેના રોજ ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠથી કેદાર ધામ માટે રવાના થશે. 

2 મેના રોજ ડોળી ગુપ્તકાશી, 3 મેના રોજ ફાટા, 4 મેના રોજ ગૌરીકુંડ પહોચશે. જ્યા રાત્રી નિવાસ કર્યા બાદ, 5 મેના રોજ ડોળી કેદારનાથ ધામ પહોંચશે.

6 મેના રોજ સવારે 6.25 કલાકે સામાન્ય ભક્તોના દર્શન માટે દરવાજા ખોલવામાં આવશે. 

ગંગોત્રી અને યમુનોત્રિના કપાટ અક્ષય તૃતીયાના પાવન પર્વ પર 3 મેના રોજ ખોલવામાં આવશે.

આ રીતે ચારધામ યાત્રાની શરૂઆત 3મેના રોજ થઈ જશે. ગંગોત્રી, યમુનોત્રી બાદ 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદરીનાથના કપાટ ખૂલશે.

મુંબઈગરાઓ પાણી સંભાળીને વાપરજો, શહેરના આ ડેમમાં ટેકનિકલ સર્જાતા આટલા ટકા પાણી કાપ રહેશે… 
 

Gemology: પન્ના ધારણ કરવાના ફાયદા અને સાચા નિયમો, જાણો કઈ રાશિના જાતકો માટે છે શ્રેષ્ઠ
Shani Uday 2026: Shani Uday 2026: શનિદેવનો ઉદય આ 5 રાશિઓ માટે લાવશે મોટો કમબેક, પનોતીની અસરોમાં થશે ઘટાડો.
Today’s Horoscope : આજનો દિવસ:૪ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Remedies:શું તમે જાણો છો મુલ્તાની માટીના વાસ્તુ ફાયદા? આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારા ઘરનું નસીબ
Exit mobile version