Site icon

ઘરને ખરાબ નજરથી બચાવવા Main Entrance પર લગાવો આ 5માંથી એક વસ્તુ

ઘરના મુખ્ય દ્રાર પર તમે આ 5માંથી એક વસ્તુ લગાવશો તો ઘરમાં પૈસા આવવા લાગશે અને સાથે અનેક તકલીફો પણ દૂર થશે.

Keep this things at your main entrance to Protect your house from evil eye

ઘરને ખરાબ નજરથી બચાવવા Main Entrance પર લગાવો આ 5માંથી એક વસ્તુ

News Continuous Bureau | Mumbai

વાસ્તુ અનુસાર ઘરમાં પણ અનેક નાની-નાની વાતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આ વાતનો આપણે ઇગ્નોર કરીએ છીએ તો સમય જતા અનેક તકલીફમાં મુકાવવાનું થાય છે. આમ, જો વાસ્તુ અનુસાર ઘરનું વાસ્તુ સરખા પ્રમાણમાં હોય તો ઘરમાં સુખ-સમુદ્ધિ બની રહે છે અને સાથે પોઝિટિવિટી પણ આવે છે. ઘરમાં સકારાત્મક ઊર્જા અને ખરાબ નજરથી બચાવવા માટે ઘરના મુખ્ય દરવાજા પર આ શુભ વસ્તુઓ લગાવવી ખૂબ જ જરૂરી છે. તો જાણી લો તમે પણ એવી વસ્તુઓ વિશે જે તમારા મુખ્ય દ્રાર પર લગાવો છો તો અનેક સકારાત્મક પ્રભાવ પડે છે.

Join Our WhatsApp Community

દેવી લક્ષ્મીની તસવીર

ઘરના મુખ્ય પ્રવેશ દ્રાર પર લક્ષ્મી-કુબેરની તસવીર લગાવવાથી શુભ ફળ મળે છે. માનવામાં આવે છે કે આ તસવીર તમારા ઘરને ખરાબ નજરથી બચાવે છે. આ સાથે જ ઘરમાં પૈસા આવે છે.

ગુડ લક શુભ-લાભ

ઘરને ખરાબ નજરથી બચાવવા માટે ઘરનાં મુખ્ય દ્રાર પર શુભ અને લાભ લખો. માનવામાં આવે છે કે ઘરમાં આ લખવાથી નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી.

આ સમાચાર પણ વાંચો :  તમારા ઘરમાં પણ છે આ તસવીર? તો જલદી બહાર કાઢો, નહિં તો આવી શકે છે મોટી મુશ્કેલી

તોરણ લગાવો

ઘરના મુખ્ય દ્રાર પર તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે. આ તોરણમાં તમે પીપળાનું તેમજ આસોપાલવનું તોરણ લગાવો છો તો ખૂબ શુભ ફળ મળે છે.

સ્વાસ્તિક

હિન્દુ ધર્મમાં સ્વાસ્તિકનું ખૂબ મહત્વ રહેલું છે. સ્વાસ્તિકને શુભ સંકેત માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જો તમે મુખ્ય પ્રવેશ દ્રાર પર સ્વાસ્તિકનું ચિહ્ન બનાવો છો તો સૌભાગ્ય અને સમુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ સાથે જ તમારા ઘરમાં પડતી પૈસાની તકલીફ દૂર થાય છે.

લક્ષ્મીજીના ચરણ

સિંદૂરથી ઘરના મુખ્ય દ્રાર પર માં લક્ષ્મીના ચરણ બનાવો. વાસ્તુ અનુસાર આનાથી ઘરમાં લક્ષ્મી આવે છે અને તમારી અનેક સમસ્યાઓ દૂર થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Vastu Tips: ઘરમાં કાચનો વાસ્તુ સાથે ખાસ સંબંધ છે, તેને અહીં લગાવવાથી થશે ફાયદો

Note:- અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી..
Chandra Grahan 2026: સાવધાન! ૩ માર્ચના રોજ સર્જાશે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ; આ રાશિના જાતકો પર તૂટી શકે છે આફત, જાણો સૂતક કાળનો સમય..
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemstone for Success: રત્ન જ્યોતિષ: પન્ના પહેરવાથી ખૂલશે ભાગ્યના દ્વાર, અભ્યાસ અને કરિયરમાં પ્રગતિ માટે આ નિયમોનું કરો પાલન..
Holashtak 2026 Date: સાવધાન! ૨૪ ફેબ્રુઆરીથી હોલાષ્ટકનો પ્રારંભ: ચંદ્રની ઉગ્ર અવસ્થા વધારી શકે છે માનસિક તણાવ, જાણો બચવાના અચૂક ઉપાયો..
Exit mobile version