કુંભારિયા તીર્થ એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુંભારીયા ગામમાં આવેલું છે. મંદિરના મૂળનાયક ભગવાન નેમિનાથની 213 સે.મી. ઉચ્ચ, સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. મંદિર પરના શિલાલેખો દર્શાવે છે કે તે એક ખૂબ મોટું શહેર હતું જેમાં સેંકડો મંદિરો હતાં. આજે ફક્ત પાંચ જ મંદિરો છે અને તેમાંના સૌથી મોટા ભગવાન નેમિનાથનું છે. મંદિરનું નવીનીકરણ સત્તરમી સદીમાં કરવામાં આવ્યું હતું. આ સ્થળ તેની પ્રાચીનકાળ અને વિશેષ ઘટનાઓના કારણે નોંધપાત્ર છે.