Site icon

આવતી કાલે સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ! વર્ષ 1440 બાદ પહેલી વાર સર્જાશે આવું લાંબુ આંશિક ચંદ્રગ્રહણ; જાણો ભારતમાં ક્યાં દેખાશે

chandra grahan 2023 in india date and time

આજે થવા જઈ રહ્યું છે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં સુતક કાળ માન્ય રહેશે કે નહીં?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 18 નવેમ્બર, 2021
ગુરુવાર
19 નવેમ્બરે એટલે કે આવતીકાલે આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ દિવસે કારતક માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ પણ છે. આ ગ્રહણ ખંડગ્રાસ એટલે કે આંશિક ચંદ્રગ્રહણ હશે. 

આ સદીનું સૌથી મોટું ચંદ્રગ્રહણ માનવામાં આવે છે કારણ કે આ પ્રકારનું ચંદ્રગ્રહણ 580 વર્ષ પછી થવાનું છે. આ પહેલા આટલું લાંબુ ચંદ્રગ્રહણ 18 ફેબ્રુઆરી 1440ના રોજ થયું હતું. ભારતીય સમય અનુસાર 19 નવેમ્બરે ચંદ્રગ્રહણ સવારે 11:32 થી શરૂ થશે અને સાંજે 05:33 વાગ્યે સમાપ્ત થશે.  

Join Our WhatsApp Community

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, મહારાષ્ટ્ર  બોર્ડની 10મી પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ; અરજી કરવાની આ છે છેલ્લી તારીખ

જોકે ભારતમાં આ ચંદ્રગ્રહણ પડછાયા તરીકે જોવા મળશે. ભારતમાં આ ગ્રહણ માત્ર અરુણાચલ પ્રદેશ અને દેશના પૂર્વ સરહદી વિસ્તારોમાં જ દેખાશે. તદુપરાંત આ ચંદ્રગ્રહણ અમેરિકા, ઉત્તર યુરોપ, પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં જોઈ શકાશે. 

ભારતમાં આ ગ્રહણ અંત દરમિયાન આંશિક રીતે દેખાશે. આંશિક હોવાને કારણે આ ગ્રહણનો સૂતક માન્ય રહેશે નહીં, એટલે કે પૂજા સંબંધિત કોઈપણ પ્રકારના પ્રતિબંધો માન્ય રહેશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ વૃષભ અને કૃતિકા નક્ષત્રમાં થશે. તેથી આ રાશિના લોકોએ ગ્રહણના સમયગાળા દરમિયાન સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે.

Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Exit mobile version