News Continuous Bureau | Mumbai
Magh Mela 2026 પુરાણોમાં માઘ માસને “દેવ માસ” તરીકે ઓળખવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે આ દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર સ્નાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. 2026ના માઘ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ મેળો 44 દિવસ સુધી ચાલશે જેમાં કુલ 6 મુખ્ય સ્નાન પર્વ આવશે.
સ્નાન પર્વનું કેલેન્ડર
માઘ મેળા દરમિયાન નીચે મુજબની તારીખોએ સંગમમાં સ્નાન કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે:
પ્રથમ મુખ્ય સ્નાન: પોષી પૂર્ણિમા – 3 જાન્યુઆરી 2026 (મેળાનો પ્રારંભ)
દ્વિતીય મુખ્ય સ્નાન: મકર સંક્રાંતિ – 14 જાન્યુઆરી 2026
તૃતીય મુખ્ય સ્નાન: મૌની અમાસ – 18 જાન્યુઆરી 2026
ચતુર્થ મુખ્ય સ્નાન: વસંત પંચમી – 23 જાન્યુઆરી 2026
પંચમ મુખ્ય સ્નાન: માઘી પૂર્ણિમા – 1 ફેબ્રુઆરી 2026
ષષ્ઠ મુખ્ય સ્નાન: મહાશિવરાત્રી – 15 ફેબ્રુઆરી 2026 (મેળાનું સમાપન)
મૌની અમાસનું ખાસ મહત્વ
માઘ મેળામાં સૌથી વધુ ભીડ 18 જાન્યુઆરી એટલે કે મૌની અમાસના દિવસે જોવા મળશે. માન્યતા છે કે આ દિવસે મૌન રહીને સંગમમાં સ્નાન કરવાથી માનસિક શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસને આખા મેળાનો સૌથી મોટો સ્નાન પર્વ માનવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
સ્નાન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત
ધાર્મિક વિધિઓ અને સ્નાન માટે બ્રહ્મ મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે સંગમમાં ડૂબકી લગાવવાનો સૌથી ઉત્તમ સમય સવારે 4:00 થી 5:30 સુધીનો છે. આ સમયે સ્નાન કરવાથી અનંત ગણું પુણ્ય ફળ મળે છે તેવી માન્યતા છે.
