ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 24 ડિસેમ્બર 2021
શુક્રવાર.
ઓમીક્રોનના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર મંદિર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર સમિતિએ શ્રદ્ધાળુઓના ભસ્મારતીમાં શામેલ થવા પર રોક લગાવી દીધી છે.
આ સાથે ઓનલાઈન બુકિંગ પણ રદ કરી દેવાયુ છે
આ નિર્ણય બાદ કોઈપણ શ્રદ્ધાળુ મહાકાલ મંદિરની ભસ્મ આરતીને નહીં જોઈ શકે.
તદુપરાંત રાતે થનારી શયન આરતીના સમયે પણ પરિવર્તન થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે 17 નવેમ્બરએ નાઈટ કર્ફ્યુ હટાવ્યા બાદ 20 દિવસ બાદ 6 ડિસેમ્બરથી જ મહાકાલેશ્વર મંદિરમાં થનારી ભસ્મારતી માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાની શરૂઆત થઈ હતી.
ભારતના દિગ્ગજ સ્પિન બોલર હરભજન સિંહે ફેન્સને આપ્યો મોટો ઝટકો, લીધો આ ચોંકાવનારો નિર્ણય