મહાલકા મેરઠ જૈન મંદિર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના મહાલકા ગામમાં આવેલું છે. શ્રી 1008 ભગવાન ચંદ્રપ્રભુનું આ પ્રાચીન જૈન મંદિર, ગૌરવપૂર્ણ ઇતિહાસ માટે આસ્થા અને આદરનું કેન્દ્ર છે. મંદિરમાં ભગવાન ચંદ્રપ્રભુની ચમત્કારિક અલૌકિક ચોથી સદીની સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રા માં બિરાજમાન છે.