ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
શિરડીમાં સાંઈબાબાનાં દર્શને લાખો ભક્તો આવતા હોય છે. એમ તો શિરડીમાં પૂરતા પ્રમાણમાં હૉટેલો સહિતની સુવિધા ઉપલબ્ધ છે. છતાં દિવસે ને દિવસે લોકોની ભીડ વધી રહી છે. તેમ જ ભક્તો માટે શિરડી ઍરપૉર્ટ પણ ચાલુ કરવામાં આવ્યું છે. એથી મહારાષ્ટ્ર સરકારે હવે શિરડી ઍરપૉર્ટની આસપાસ તમામ સુવિધા સાથેનું શહેર વિકસાવવાનો નિર્ણય લીધો છે.
આ વર્ષે નવરાત્રિ એક દિવસ ઓછી; આ છે કારણ…
તાજેતરમાં જ મહારાષ્ટ્ર ઍરપૉર્ટ ડેવલપમેન્ટ કંપનીએ એક બેઠક કરી હતી. એમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહ્યા હતા. બેઠકમાં ઍરપૉર્ટની આજુબાજુના વિસ્તારોના વિકાસને લઈ ચર્ચા થઈ હતી. શિરડીમાં ઍરપૉર્ટની આજુબાજુનો વિસ્તાર ડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ મુજબ નવા ઊભા કરવામાં આવનારા વિસ્તારનું નામ ‘આશા’ હશે. આ પ્રોજેક્ટને લીધે સ્થાનિક લોકોની રોજગારી વધશે. શિરડીનો આર્થિક રીતે પણ વિકાસ થશે અને તથા ભક્તોને પણ વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે એવો દાવો કરવામાં આવ્યો છે.
