Site icon

ભૂલ માં પણ દવાઓ આ દિશા માં ના રાખશો – નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન

News Continuous Bureau | Mumbai

વાસ્તુ અનુસાર ઘરની દરેક વસ્તુની જાળવણીની સાચી દિશા વિગતવાર સમજાવવામાં આવી છે. જો વસ્તુઓ તેમની યોગ્ય જગ્યાએ રાખવામાં ન આવે તો ઘરમાં અવ્યવસ્થા રહે છે અને તેની સાથે ઘરમાં નકારાત્મક ઉર્જા (negative vibes)પણ વધે છે. એટલા માટે દરેક વસ્તુને તેની યોગ્ય જગ્યાએ રાખવી જરૂરી છે.દવાઓ (medicine)યોગ્ય જગ્યાએ ન રાખવી એ વાસ્તુશાસ્ત્ર અનુસાર યોગ્ય નથી માનવામાં આવતું. તેનાથી ઘરનું  વાસ્તુ બગડે છે. જો દવાઓ ખોટી જગ્યાએ અને ખોટી દિશામાં રાખવામાં આવે તો વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરવા ને બદલે બગડે છે. તો ચાલો જાણીએ કઈ દિશામાં અને ક્યાં દવાઓ ન રાખવી જોઈએ.

Join Our WhatsApp Community

1. દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્ર ને અપવ્યય  અને વિસર્જન ની ગણાય છે. તેથી, આ દિશામાં મૂકવામાં આવેલી દવાઓ તેની અસર બતાવતી નથી. તેથી આ દિશામાં દવાઓ (medicine)ન રાખો.

2. દક્ષિણ-પૂર્વ દિશામાં પણ દવા ન રાખવી જોઈએ. આ દિશામાં દવાઓ રાખવાથી તેની અસર ઓછી થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, તમે નિયમો અનુસાર દવાઓ લેવાનું ચાલુ રાખશો, તેમ છતાં રોગમાંથી (disease)સાજા થવામાં સમય લાગી શકે છે.

3. રસોડામાં(kitchen) દવાઓ રાખવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર અસર થાય છે. તેમના સ્વાસ્થ્યમાં હંમેશા ઉતાર-ચઢાવ આવતા રહે છે. ધ્યાન રાખો કે ક્યારેય ભૂલથી પણ દવાઓના બોક્સ રસોડામાં ન રાખો, નહીં તો ઘરના લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર ખૂબ જ ખરાબ થઈ શકે છે.

4. ઘણીવાર લોકો દવાને ખાધા પછી આ રીતે ટેબલ ખુરશી(chair) પર રાખીને છોડી દે છે, પરંતુ તેના કારણે વ્યક્તિની તબિયત યોગ્ય થવાને બદલે વધુ ખરાબ થઈ જાય છે. દવામાં રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ થાય છે અને રાહુ-કેતુને રસાયણોનું પ્રતીક માનવામાં આવે છે. દવાઓ ખુલ્લામાં રાખવાથી રાહુ-કેતુની ખરાબ અસરથી બીમારીઓ વધવા લાગે છે. આવી સ્થિતિમાં દવાઓને ખુલ્લામાં રાખવાથી પણ તેની અસર ઓછી થઈ જાય છે, તેથી દવાઓ હંમેશા યોગ્ય જગ્યાએ રાખો.

5. વાસ્તુ અનુસાર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં દવાઓ રાખવી યોગ્ય માનવામાં આવે છે. જો તેને યોગ્ય રીતે રાખવામાં આવે તો બીમારીઓ જલ્દી દૂર થઈ જાય છે અને વ્યક્તિ જલ્દી સ્વસ્થ(healthy) થઈ જાય છે.

આ સમાચાર પણ વાંચો : ઘરમાં મોરનો છોડ લગાવવાથી થાય છે ચમત્કારિક બદલાવ-ખુલી જાય છે ભાગ્ય ના તાળા-જાણો તેની ખાસિયત વિશે

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Exit mobile version