Site icon

રામ મંદિરનું નિર્માણ કાર્ય મકરસંક્રાંતિથી શરૂ.. મંદિર ટ્રસ્ટે આ કિંમતી ધાતુ દાન ન આપવાની કરી વિનંતી…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

02 જાન્યુઆરી 2021 

સદીઓથી જેની રાહ જોવાતી હતી તે કામ આખરે શરૂ થવા જઈ રહ્યું છે. અયોધ્યામાં મકરસંક્રાંતિથી રામલાલા મંદિરનું નિર્માણ શરૂ થશે અને નિર્માણ કાર્ય ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. 

રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં મકરસંક્રાંતિથી શરૂ થશે. જેમાં દેશના નામાંકિત સંસ્થાઓના નિષ્ણાતો અને આર્કિટેક્ટની ટીમ આગામી 14 દિવસમાં રામ મંદિરનું અંતિમ ચિત્ર તૈયાર કરશે. આ પછી, મકરસંક્રાંતિથી મંદિરના પાયાના નિર્માણનો પ્રારંભ થશે.  

આમાં આઈઆઈટી મુંબઇ, ગુવાહાટી, ચેન્નાઈ, રૂરકી, એનઆઈટી સુરત, ટાટા અને એલ એન્ડ ટીના નિષ્ણાતો શામેલ છે. રામ મંદિરની સુરક્ષા અનેક પાસાઓથી થઈ રહી છે. ભગવાન રામના ગર્ભગૃહની નીચે જે ભૂમિ બનાવવામાં આવશે તે જમીન રેતીની છે. આને ધ્યાનમાં રાખીને, ફક્ત પથ્થર, ચુનો અને કોપરનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર મંદિર પાંચ એકરમાં આવરી લેવામાં આવશે. 

મંદિરના નિર્માણ માટે ભંડોળ ઉભું કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મકરસંક્રાંતિથી માધી પૂર્ણિમા સુધી ચાલનારો દાન ઉઘરાવવાનો કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો સામાજિક અને સાંસ્કૃતિક અભિયાન હશે. આ અભિયાન અંતર્ગત 11 કરોડ ઘરોનો સંપર્ક કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં સરકાર પાસેથી એક રૂપિયો ન લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

ચંપત રાયે ભક્તોને ચાંદીનું દાન ન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે દાનમાં મળેલી ચાંદીનો ઉપયોગ ક્યાં થશે, તે જાણી શકાયું નથી. આથી તેમણે ભક્તોને ચાંદીના બદલે ટ્રસ્ટના ખાતામાં પૈસા દાન આપવા અપીલ કરી છે. આ અભિયાન પૂર્વે જ ભક્તોએ અત્યાર સુધીમાં ઓનલાઇન દ્વારા ટ્રસ્ટ ખાતામાં 80 થી 85 કરોડ જમા કરાવ્યા છે. તેમાં મુસ્લિમ સમાજના ઘણા લોકો પણ શામેલ છે.

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ 2026! આ માસ પડશે બે વાર, બનશે આવો દુર્લભ સંયોગ
Vivah Panchami 2025: રામ કૃપા: વિવાહ પંચમી પર બનેલો રાજયોગ આ ૫ રાશિઓ માટે લાવશે શુભ ફળ, લગ્ન અને કરિયરમાં સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Jupiter Transit in Gemini: ગુરુ ગ્રહનું ગોચર: મિથુન રાશિમાં ગુરુના પ્રવેશથી કઈ રાશિઓના જીવનમાં આવશે ધન અને પ્રગતિ?
Exit mobile version