Site icon

અંબાજી મંદિરમાં અષાઢી બીજ થી બપોરે થતી આરતી કરવામાં આવી બંધ-દર્શનના સમયમાં પણ થયો ફેરફાર-જાણો મંદિરના દર્શન અને આરતી નો નવો સમય

 News Continuous Bureau | Mumbai

યાત્રાધામ અંબાજી ગુજરાત(Gujarat) માં આવેલું શક્તિપીઠ યાત્રાધામ છે. યાત્રાધામ અંબાજી (Yatradham Ambaji) ખાતે અંબાજી મંદિર (Ambaji Temple)માં મંદિર ની પરંપરા મુજબ સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફારક રવામાં (changes)આવ્યો છે. જેથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓને  સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તે માંટે અંબાજી મંદિરમાં અષાઢી બીજ (Ashadhi bij)એટલે કે તારીખ 1 જુલાઇ થી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.નવા સમય પત્રક મુજબ હવે પછી અંબાજી મંદિર માં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી બે વખત જ આરતી થશે.

Join Our WhatsApp Community

મંદિરમાં બપોરના (afternoon)સમયે કરવામાં આવતી આરતી બંધ કરાશે અને દર્શન-આરતીના સમયમાં પણ ફેરફાર થશે. જે મુજબ પહેલા સવારે મંદિર 10 . 45 કલાકે બંધ થતું હતું તેના સ્થાને મંદિર હવે 11 . 30 બંધ થશે એટલે કે મંદિર હવે વધુ 45 મિનિટ ખુલ્લું રહેશે. તેથી ભક્તો હવે માતાજીના દર્શન (mataji darshan)નો લાભ સાતેય દિવસ સવારે 4.30 કલાક સુધી લઇ શકશે. અષાઢી બીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.

આરતી અને દર્શન નો સમય 

આરતી સવારે – 7.30 થી 8.00

દર્શન સવારે – 8.00 થી 11.30

બપોરે થતી આરતી બંધ કરવામાં આવી છે

બપોરે દર્શન – 12.30 થી 4.30

સાંજે આરતી -7.00  થી 7.30

દર્શન સાંજે  – 7.30  થી રાત્રીના 9.00 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.

 

Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Exit mobile version