ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ચારધામ યાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે.
ઉત્તરાખંડમાં આ યાત્રા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓએ આવવાની શરૂઆત કરી દીધી છે.
ચારધામ માટે અત્યાર સુધીમાં 42 હજારથી વધુ ઈ-પાસ આપવામાં આવ્યા છે. તો ત્યાં, 2530 થી વધુ યાત્રાળુઓએ ચારધામની મુલાકાત લીધી છે.
જેને પગલે અહીંનું પર્યટન ક્ષેત્ર પણ ફરી ધમધમવા લાગ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગત 16 સપ્ટેમ્બરે નૈનીતાલ હાઇકોર્ટે ચારધામ યાત્રા અંગે સુનાવણી કર્યા બાદ યાત્રા શરૂ કરવાનો નિર્ણય આપ્યો હતો.
આજથી શરૂ થયા પિતૃ પક્ષ શ્રાદ્ધ, પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન