નરસિંહ મહેતા ને કોણ નથી ઓળખતું શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તેઓ વિદૂરજીનો અવતાર હતા. તેમની ભક્તિ (Devotion) માં એટલી શક્તિ હતી કે તેમના ખાતામાં એટલા પુણ્ય જમા બોલતા હતા કે પોતે દ્વારકાધીશ (Dwarkadhish) પણ વિચાર કરતા હતા કે ‘હે…નરસિંહ હવે તો તું કંઈક માંગી લે’ કિન્તુ નરસિંહના શબ્દો હતા કે :’જો પ્રભુ મેં કઈ માંગી લીધું તો હું મારા પ્રભુને ખોઈ બેસીશ તેથી મને તમારા સિવાય બીજું કંઈ જ ના જોઈએ ‘ આવો ભક્ત એટલે ફક્ત મારો હરી બેઠો છે કહેવાવાળો નરસૈયો. એક તત્વજ્ઞાની અવતાર જેમના કાવ્યો, પદો, રચનાઓ તત્વજ્ઞાનનું પૂર્ણ સ્વરૂપ છે.જેમાંથી… દિસે નહીં સ્વપ્નમાં અવનવા રંગ ભાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, તેજમાં તત્વતું, તત્વમાં તેજ તું, જાગીને જોઉં તો જેવા પદો મોખરે છે. નરસિંહ મહેતાને પુષ્ટિ માર્ગના વધૈયા કહેવામાં આવે છે. તેમણે જ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાંઈજીના પ્રાગટ્યની વાત તેમના પદોમાં જણાવી હતી. તેમનું ‘વૈષ્ણવ જનતો તેને રે…’ ભજન વિશ્વફલક પર સ્થાન અને માન પામ્યું છે.ગાંધીજીના તો જીવનમાં આ ભજન વસ્યુ હતું. સાચો વૈષ્ણવ કેવો હોવો જોઇએ તે દર્શાવ્યું છે. એક નિરક્ષર કેટલો જ્ઞાની અને આધ્યાત્મિકતાની ઊંચાઈ પર હતો. નરસિંહ મહેતાને સાક્ષાત્ શિવજીએ શ્રી કૃષ્ણની રાસલીલાના મશાલની સેવા આપીને દર્શન કરાવેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નરસિંહ મહેતા વિષયો પર ઉપર પી. એચ.ડી થાય છે.
નરસિંહ મહેતાની ભક્તિ માં એટલી શક્તિ હતી કે તેમના ખાતામાં એટલા પુણ્ય જમા બોલતા હતા કે પોતે દ્વારકાધીશ પણ વિચાર કરતા હતા
