Site icon

નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ ઇચ્છતા હોવ તો ભૂલ માં પણ કાર્યસ્થળ પર આ ભૂલો ન કરો-આવી શકે છે પ્રગતિ માં અવરોધ

News Continuous Bureau | Mumbai

વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી બધી બાબતોને વિસ્તારપૂર્વક જણાવવામાં આવી છે, જેના દ્વારા જીવનની તમામ પરેશાનીઓને ઓછી કરી શકાય છે. નોકરી, ધંધામાં પ્રગતિ માટે લોકો મહેનતની સાથે વાસ્તુશાસ્ત્ર (vastu shastra)દ્વારા આપવામાં આવેલા ઉપાયો પણ કરે છે. વાસ્તુ અનુસાર મહેનતની સાથે સાથે આપણી આસપાસ રહેલી સકારાત્મક ઉર્જા (positive energy)પણ આપણી પ્રગતિમાં મોટી ભૂમિકા ભજવે છે. પરંતુ ક્યારેક જાણતા- અજાણતા આપણે એવી ભૂલો કરી બેસીએ છીએ, જે આપણી પ્રગતિમાં અવરોધ બની શકે છે અને ઘણી મહેનત કર્યા પછી પણ આપણને કોઈ કાર્યમાં સફળતા નથી મળતી. કાર્યસ્થળ પર થતી આ ભૂલો આસપાસની નકારાત્મક ઉર્જા (negative vibes)વધારે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે તમારી ઓફિસ અથવા કાર્યસ્થળમાં કેટલીક ભૂલો કરવાથી બચવું જોઈએ. આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે કઈ ભૂલો છે.

Join Our WhatsApp Community

1. પૂજા સ્થળ પાછળ ન હોવું જોઈએ

ક્યારેય પણ મંદિર(temple) તરફ પીઠ રાખીને ન બેસો, નહીં તો તે જીવનમાં નકારાત્મક ઉર્જા લાવે છે. તેથી, ઓફિસ અથવા કાર્યસ્થળમાં, ધ્યાન રાખો કે તમારી ખુરશીની પાછળ પૂજા સ્થળ ન હોવું જોઈએ. બીજી તરફ વાસ્તુ અનુસાર ઓફિસમાં ઈશાન કે પૂર્વ દિશામાં મંદિર બનાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

2. દક્ષિણ તરફ મુખ ન કરો

વાસ્તુશાસ્ત્ર (vastu shastra)અનુસાર ઓફિસ કે દુકાનમાં ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ મોં કરીને ન બેસવું જોઈએ. કાર્યસ્થળ પર પૂર્વ, પશ્ચિમ કે ઉત્તર દિશા તરફ મુખ કરવું યોગ્ય માનવામાં આવે છે.

3. ખુરશી પાછળ ખાલી જગ્યા ના હોવી જોઈએ 

વાસ્તુ અનુસાર જ્યાં તમે બેસો ત્યાં તમારી ખુરશીની પાછળ ખાલી જગ્યા ન હોવી જોઈએ. એટલે કે તમારી ખુરશીની પાછળ દિવાલ(wall)હોવી યોગ્ય માનવામાં આવે છે. આ સિવાય તમારા વર્કિંગ ટેબલનો આકાર લંબચોરસ હોવો જોઈએ.

4. નિયુક્ત જગ્યાએ તિજોરી રાખો

વાસ્તુ અનુસાર કાર્યસ્થળ કે દુકાનમાં ક્યારેય પણ અલગ-અલગ જગ્યાએ પૈસા ન રાખો. ઓફિસ અથવા દુકાનમાં, તમારે મની બેગ(money bag) માટે સ્થાન નક્કી કરવું જોઈએ. સાથે જ તમારી ઓફિસની તિજોરી કે રેકનો દરવાજો એવી રીતે ખોલવો જોઈએ કે તેનું મુખ ઉત્તર તરફ હોય.

આ સમાચાર પણ વાંચો : ભૂલ માં પણ દવાઓ આ દિશા માં ના રાખશો – નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન

Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Exit mobile version