Site icon

આજે નવરાત્રીનો અંતિમ દિવસ, જાણો માતાજીના નવમા સ્વરૂપ માં સિદ્ધિદાત્રીની પૂજા વિધિ, મંત્ર અને મહિમા

Chaitra Navratri : how to worship maa siddhidatri on navratri day 9

Maha navami: આજે મહાનવમી, માતા સિદ્ધિદાત્રીની પૂજા માટે આ છે શ્રેષ્ઠ મુહૂર્ત, અહીં જાણો મંત્ર અને મુહૂર્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

આજે નવલી નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આ દિવસે મહાનવમી ઉજવવામાં આવે છે અને દેવીના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે. માતાજીના આ સ્વરૂપને માતાજીનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતાની પૂજા કરવાથી સમગ્ર નવરાત્રિની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. મહાનવમી પર શક્તિ પૂજા પણ કરવામાં આવે છે, જે કરવાથી ચોક્કસ વિજય પ્રાપ્ત થાય છે. 

નવદુર્ગામાં માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ અંતિમ અને નવમું સ્વરૂપ છે. તેઓ તમામ વરદાન અને સિદ્ધિઓ આપનાર છે. તેઓ કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. એવું કહેવાય છે કે, યક્ષ, ગંધર્વ, કિન્નર, નાગ, દેવતાઓ અને મનુષ્ય તમામ તેમની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.  

પૂજા વિધિ – સવારે માતાની સામે દીવો પ્રગટાવો. માતાને 9 કમળના ફૂલ અર્પણ કરો. આ પછી માતાને 9 પ્રકારના ભોજન અર્પણ કરો. ત્યારબાદ માતાના મંત્ર "ઓમ હ્રીમ દુર્ગાય નમઃ"ના જાપ કરો. અર્પિત કમળના ફૂલને લાલ કપડામાં લપેટીને રાખી દો. સિદ્ધિદાત્રીની પૂજા કર્યા બાદ કન્યાની પૂજા કરો. કન્યા અને ગરીબોને ભોજન કરાવ્યા બાદ વ્રતનું પારણ કરો.

सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।

Shani Sade Sati 2026: 2026નું વર્ષ આ રાશિના જાતકો માટે રહેશે ભારે, જાણો કોને રહેશે શનિની સાડાસાતીની પકડ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Shukra Yuti 2026: વર્ષ 2026 માં શનિ-શુક્રનો મહાસંયોગ! આ 4 રાશિઓ માટે ખુલશે ધન અને સફળતાના દ્વાર, જાણો શું કહે છે જ્યોતિષ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version