Site icon News Continuous Bureau | Mumbai

આજે નવરાત્રીનો અંતિમ દિવસ, જાણો માતાજીના નવમા સ્વરૂપ માં સિદ્ધિદાત્રીની પૂજા વિધિ, મંત્ર અને મહિમા

Chaitra Navratri : how to worship maa siddhidatri on navratri day 9

Maha navami: આજે મહાનવમી, માતા સિદ્ધિદાત્રીની પૂજા માટે આ છે શ્રેષ્ઠ મુહૂર્ત, અહીં જાણો મંત્ર અને મુહૂર્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

આજે નવલી નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આ દિવસે મહાનવમી ઉજવવામાં આવે છે અને દેવીના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે. માતાજીના આ સ્વરૂપને માતાજીનું પૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતાની પૂજા કરવાથી સમગ્ર નવરાત્રિની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. મહાનવમી પર શક્તિ પૂજા પણ કરવામાં આવે છે, જે કરવાથી ચોક્કસ વિજય પ્રાપ્ત થાય છે. 

નવદુર્ગામાં માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ અંતિમ અને નવમું સ્વરૂપ છે. તેઓ તમામ વરદાન અને સિદ્ધિઓ આપનાર છે. તેઓ કમળના ફૂલ પર બિરાજમાન છે અને તેમના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. એવું કહેવાય છે કે, યક્ષ, ગંધર્વ, કિન્નર, નાગ, દેવતાઓ અને મનુષ્ય તમામ તેમની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.  

પૂજા વિધિ – સવારે માતાની સામે દીવો પ્રગટાવો. માતાને 9 કમળના ફૂલ અર્પણ કરો. આ પછી માતાને 9 પ્રકારના ભોજન અર્પણ કરો. ત્યારબાદ માતાના મંત્ર "ઓમ હ્રીમ દુર્ગાય નમઃ"ના જાપ કરો. અર્પિત કમળના ફૂલને લાલ કપડામાં લપેટીને રાખી દો. સિદ્ધિદાત્રીની પૂજા કર્યા બાદ કન્યાની પૂજા કરો. કન્યા અને ગરીબોને ભોજન કરાવ્યા બાદ વ્રતનું પારણ કરો.

सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।

Surya Budh Yuti Drishti Yog સૂર્યબુધનો યુતિ દ્રષ્ટિ યોગ ૪ રાશિના જાતકોના જીવનમાં આવશે સકારાત્મક બદલાવ, મળશે ધનલાભ અને માનસન્માન
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Angarak Yog 2026 મંગળના ગોચરથી બન્યો ખતરનાક ‘અંગારક યોગ’ ૨ સપ્ટેમ્બર સુધી આ ૪ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
Crystal Tree Feng Shui Benefits પૈસા ટકતા નથી કે વારંવાર બીમાર પડો છો? ઘરની આ દિશામાં રાખો ક્રિસ્ટલ ટ્રી; દૂર થશે આર્થિક તંગી
Exit mobile version