Site icon

 આજ થી શરૂ થઈ રહ્યા છે નવલા નોરતા, જાણો ઘટ સ્થાપન કરવાનું શુભ મુહૂર્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 7 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

માં દુર્ગાના નવ રૂપોની આરાધનાનો ઉત્સવ એટલે કે નવરાત્રીનો આજથી શુભારંભ થઇ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપમાં, શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે. નવરાત્રનો અર્થ નવ રાત થાય છે. આ નવ રાતોમાં ત્રણ દેવી પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના નવ સ્વરૂપોની પૂજા થાય છે જેને નવદુર્ગા કહે છે. નવરાત્રી 9 દિવસની હોય છે પરંતુ આ વર્ષે હિન્દૂ પંચાંગ મુજબ આ વખતે નવરાત્રી માત્ર 8 દિવસની છે. 

ઘરમાં ગરબાની સ્થાપના કરવાની સાથે સાથે માં દુર્ગાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. દશેરાના દિવસે આ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. આ વચ્ચે 15 ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરવામાં આવશે. આસો માસની પ્રતિપદાથી નવરાત્રિની શરૂઆત થાય છે. ગરબાનું સ્થાપન કરવા માટે શુભ મુહૂર્ત 06 વાગીને 17 મિનિટથી 10 વાગીને 11 મિનિટ સુધીનું રહેશે. તો, અભિજીત મુહૂર્ત 11 વાગીને 46 મિનિટથી 12 વાગીને 32 મિનિટ સુધીનું રહેશે.

આજે તારીખ ૭.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ 

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે નવરાત્રીની ઉજવણી થઇ શકી નથી ત્યારે ચાલુ વર્ષે પણ મહારાષ્ટ્ર માં કોરોના વાયરસ રોગચાળા ઘટી ગયો છે, પરંતુ સમાપ્ત થયો ન હોવાથી રાજ્ય સરકારે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સવમાં ગરબા, દાંડિયા રાસ ના આયોજન પર પ્રતિબંધ મૂકયો છે.  

 નવરાત્રી 2021ની તિથિઓ

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ
Budhaditya Rajyog: 12 મહિના પછી તુલા રાશીમાં બનશે બુધાદિત્ય રાજયોગ, ‘આ’ રાશીઓનું નસીબ બદલાશે
Exit mobile version