Site icon

આ વખતે ખૂબ જ શુભ સંયોગમાં ઉજવવામાં આવશે શારદીય નવરાત્રી-પુરા નવ દિવસ થશે માં દુર્ગાની પૂજા-જાણો કલશ સ્થાપના મુહૂર્ત વિશે

News Continuous Bureau | Mumbai

નવ દિવસીય નવરાત્રી ઉત્સવ અશ્વિની માસની શુક્લ પક્ષ પ્રતિપદાથી શરૂ થઈ રહ્યો છે એટલે કે 26મી સપ્ટેમ્બરથી શરૂ થતો આ નવરાત્રી ઉત્સવ શારદીય નવરાત્રી તહેવાર તરીકે પણ ઓળખાય છે. આ વખતે દેવી દુર્ગા હાથી(elephant) પર સવાર થઈને આવી રહી છે. આ વખતે શારદીય નવરાત્રિ નવ દિવસની છે, જેને જ્યોતિષ શાસ્ત્ર માં શુભ માનવામાં આવે છે. તો આવો જાણીએ, દેવી દુર્ગાના આગમનના વાહનનો સંકેત શું છે અને કલશ સ્થાપિત કરવા માટે કયો શુભ સમય છે-

Join Our WhatsApp Community

આ વખતે નવરાત્રીનો તહેવાર(Navratri festival) ખૂબ જ ખાસ રહેશે. આ વર્ષે સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ સોમવારથી નવરાત્રિ શરૂ થાય છે ત્યારે દેવી દુર્ગા હાથી(elephant) પર સવાર થઈને આવે છે. હાથી પર સવાર થઈને દેવી દુર્ગાનું આગમન શુભ માનવામાં આવે છે. આમ આ વખતે મા દુર્ગાનું આગમન અપાર સુખ અને સમૃદ્ધિ લઈને આવશે. તે શાંતિ અને આનંદનું (joy)વાતાવરણ બનાવે છે. જ્યોતિષ શાસ્ત્ર(jyotish shastra) અનુસાર આ વર્ષનો નવરાત્રીનો તહેવાર ભારત અને ભારતના નાગરિકો માટે શુભ સાબિત થશે. એટલા માટે આ વખતની નવરાત્રી ઘણી ખાસ માનવામાં આવી રહી છે.આ વર્ષે નવરાત્રીનો તહેવાર 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને તે 5 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રતિપદા તિથિ 26 સપ્ટેમ્બરના રોજ સવારે 03:24 થી 27 સપ્ટેમ્બરના રોજ સવારે 03:08 સુધી રહેશે. બીજી તરફ, 26 સપ્ટેમ્બરના રોજ સવારે 06:20 થી 10:19 સુધી કલશ સ્થાપિત કરવા માટે સારો સમય રહેશે. અભિજીત મુહૂર્ત 26 સપ્ટેમ્બરે સવારે 11:54 થી 12:42 સુધી રહેશે.

સામાન્ય રીતે નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને દરેક દિવસ મા લક્ષ્મીના એક સ્વરૂપને સમર્પિત હોય છે.

26 સપ્ટેમ્બર 2022: પ્રથમ દિવસ – પ્રતિપદા, શૈલપુત્રી પૂજા

27 સપ્ટેમ્બર 2022: બીજો દિવસ – દ્વિતિયા, બ્રહ્મચારિણી પૂજા

28 સપ્ટેમ્બર 2022: ત્રીજો દિવસ – તૃતીયા, ચંદ્રઘંટા પૂજા

29 સપ્ટેમ્બર 2022: ચોથો દિવસ – ચતુર્થી, કુષ્માંડા પૂજા, વિનાયક ચતુર્થી, ઉપાંગ લલિતા વ્રત

30 સપ્ટેમ્બર 2022: પાંચમો દિવસ – પંચમી, સ્કંદમાતા પૂજા

01 ઓક્ટોબર 2022: છઠ્ઠો દિવસ – ષષ્ઠી, કાત્યાયની પૂજા

02 ઓક્ટોબર 2022: સાતમો દિવસ – સપ્તમી, કાલરાત્રી પૂજા

03 ઓક્ટોબર 2022: આઠમો દિવસ – દુર્ગા અષ્ટમી, મહાગૌરી પૂજા, મહાનવમી

4 ઓક્ટોબર 2022: નવમો દિવસ – મહાનવમી

5 ઓક્ટોબર 2022: દસમો દિવસ – દશમી, દુર્ગા વિસર્જન અને વિજયાદશમી (દશેરા)

આ સમાચાર પણ વાંચો : 26 સપ્ટેમ્બર થી શરૂ થશે શરદીય નવરાત્રીનો તહેવાર-જાણો 9 દિવસ ના પહેરવાના રંગોની તારીખ-વાર યાદી

Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી ના ઘટસ્થાપના ના શુભ મુહૂર્ત ની સાથે જાણો ક્યારે છે સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિ
Venus Transit: શુક્ર ગોચર 2025 ઓક્ટોબરમાં ધનદાતા શુક્ર 4 વાર બદલશે રાશિ; ‘આ’ રાશિઓ થશે માલામાલ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version