Site icon News Continuous Bureau | Mumbai

Numerology: શું તમને પણ વારંવાર 111, 222, 333 જેવા નંબર દેખાય છે? તો જાણો આ એન્જેલ નંબર વિશે

Numerology: ન્યુમરોલોજી (Numerology) અનુસાર એન્જેલ નંબર (Angel Number) આપણા જીવનમાં મહત્વપૂર્ણ સંકેત આપે છે, જાણો દરેક નંબરનો અર્થ

Numerology Seeing 111, 222, 333 Repeatedly Dont Ignore These Angel Numbers

Numerology Seeing 111, 222, 333 Repeatedly Dont Ignore These Angel Numbers

News Continuous Bureau | Mumbai

Numerology: શું તમે વારંવાર 111, 222, 333 અથવા ઘડિયાળમાં 11:11 જેવા નંબર જોઈ રહ્યા છો? તો એ માત્ર સંયોગ નથી. ન્યુમરોલોજી (Numerology) અનુસાર આવા નંબરને એન્જેલ નંબર (Angel Number) કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે બ્રહ્માંડ આપણને સંકેત આપતું હોય છે અને આપણા ગાર્ડિયન એન્જલ્સ દ્વારા સંદેશો મોકલવામાં આવે છે. દરેક નંબરનો પોતાનો અર્થ હોય છે અને તે આપણા જીવનમાં થનારા પરિવર્તન અથવા સંભાવનાઓ તરફ ઈશારો કરે છે.

Join Our WhatsApp Channel

 

111 નંબરનો અર્થ – નવી શરૂઆત અને યોગ્ય નિર્ણય

જો તમને વારંવાર 111 નંબર દેખાય છે તો તેનો અર્થ છે કે તમારી સામે નવી શરૂઆત  આવી રહી છે. આ સંકેત છે કે તમે જે નિર્ણયો લઈ રહ્યા છો તે યોગ્ય છે અને બ્રહ્માંડ તમારી સાથે છે. આ સમય તમારા માટે સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.

 

222 અને 333 નંબર – સંતુલન અને સંબંધોમાં વૃદ્ધિ

222 નંબર દર્શાવે છે કે તમે યોગ્ય માર્ગ પર છો અને તમારા જીવનમાં શાંતિ અને સુખદ પરિવર્તન આવી રહ્યું છે. જ્યારે 333 નંબર દર્શાવે છે કે તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને તમે વ્યક્તિગત રીતે પણ વિકાસ  કરશો.

આ સમાચાર પણ વાંચો : Dhan Shakti Rajyog: શુક્રના મેષ રાશિમાં ગોચરથી બનશે ધનશક્તિ રાજયોગ, આ ત્રણ રાશિઓને મળશે ધન લાભ અને માન-સન્માન

444, 555 અને 11:11 – આત્મવિશ્વાસ અને સફળતાનો સંકેત

444 નંબર દર્શાવે છે કે તમારા જીવનમાં સંતુલન આવી રહ્યું છે અને તમારા ગાર્ડિયન એન્જલ્સ  તમારી સાથે છે. 555 નંબર સૂચવે છે કે તમારા જીવનમાં મોટો અને સકારાત્મક પરિવર્તન આવી રહ્યો છે. જ્યારે ઘડિયાળમાં 11:11 દેખાવું એ સંકેત છે કે તમે સફળતાની નજીક છો અને બ્રહ્માંડ તમને આશીર્વાદ આપી રહ્યું છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Dhanteras 2026 Buying Restrictions ધનતેરસ પર ભૂલથી પણ ન કરો આ ૭ વસ્તુઓની લેવડદેવડ, ઘરમાંથી જતી રહેશે બરકત
Surya Nakshatra Gochar સૂર્યનું રાહુના નક્ષત્રમાં ગોચર, ધનતેરસ સુધી આ ૫ રાશિઓ પર વરસશે ધનસંપત્તિ
November Career Horoscope 2026 શનિગુરુ અને સૂર્યની શુભ સ્થિતિથી ૫ રાશિઓ માટે સુવર્ણ કાળ; નોકરીવેપારમાં અણધારી સફળતાના યોગ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version