Site icon

શ્રાવણ મહિનામાં ભોલેનાથ ને પ્રસન્ન કરવા ચઢાવો આ વસ્તુઓ-પૂર્ણ થશે તમારી દરેક મનોકામના

Padmini Ekadashi 2023: Date, Time, Puja Vidhi and Significance

Padmini Ekadashi 2023: Date, Time, Puja Vidhi and Significance

News Continuous Bureau | Mumbai

થોડા જ દિવસો માં શ્રાવણ  મહિનો શરૂ થવાનો છે. આ માસમાં ભગવાન શિવને (lord shiv)પ્રસન્ન કરવા માટે શિવભક્તો દ્વારા વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવામાં આવે છે. તેમજ સોમવારનું વ્રત પણ રાખવામાં આવેલ છે. આ આખા મહિનામાં દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. એવું કહેવાય છે કે શ્રાવણ માસ ના  સોમવારે વ્રત રાખવાથી, અપરિણીત છોકરીઓને યોગ્ય વર મળે છે અને પરિણીત લોકોનું લગ્નજીવન સુખી રહે છે. શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે. હિંદુ ધર્મમાં, ભગવાન શિવ શંકરનું તમામ દેવતાઓમાં ઉચ્ચ સ્થાન છે, તેથી તેમને દેવાધિદેવ મહાદેવ (mahadev)કહેવામાં આવે છે. ભગવાન શિવની કૃપા મેળવવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ મહિનામાં તમે શિવ શંભુને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરીને આશીર્વાદ મેળવી શકો છો. આવો જાણીએ શિવને પ્રસન્ન કરવા માટે કઈ કઈ વસ્તુઓ ચઢાવવી જોઈએ.

Join Our WhatsApp Community

1. દૂધ અને ગંગાજળ

ભગવાન શિવને દૂધ અને ગંગાજળથી (milk and gangajal)અભિષેક કરવાથી શુભ ફળ મળે છે. દૂધ અને ગંગાજળનો અભિષેક શિવને ખૂબ જ પસંદ છે, તેથી શિવના આશીર્વાદ મેળવવા માટે અવશ્ય અર્પણ કરો.

2. બીલીપત્ર

હિન્દુ ધર્મમાં ભગવાન શંકર ની પૂજામાં બીલીપત્ર (bilipatra) અને અભિષેકને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિતપણે શિવલિંગ પર બીલી ના પાન ચઢાવે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

3. શમી

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને શમીના પાન ગમે છે, તેથી શમીના પાન શિવલિંગ (shivling)પર શ્રાવણ ના  દરેક દિવસે ચઢાવો. તેનાથી શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.

4. કેસર

પૌરાણિક માન્યતાઓ અનુસાર શિવલિંગ પર કેસર(saffron) ચઢાવવાથી વ્યક્તિને સૌમ્યતા મળે છે. તેમજ શિવને સાકરનો અભિષેક કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. આમ કરવાથી માણસના જીવનમાંથી ગરીબી દૂર થઈ જાય છે.

5. ફૂલ

ધાર્મિક માન્યતાઓ અનુસાર કનેરના ફૂલ (flowers)શિવને ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં શિવ પૂજામાં કનેરના ફૂલ ચઢાવો. તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે.

આ સમાચાર પણ વાંચો : જો તમે પણ જીવન માં સતત સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો ઘરમાં અવશ્ય રાખો આ પશુ ની મૂર્તિ -સંપત્તિમાં થશે વધારો-મુશ્કેલીઓ થશે દૂર

આ સિવાય પૂજા સમયે જળ, દૂધ, દહીં, મધ, ઘી, સાકર, અત્તર, ચંદન, કેસર, ભાંગ આ બધી વસ્તુઓને એકસાથે ભેળવીને શિવલિંગ પર ચઢાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Exit mobile version