Site icon

Pitru Paksha Grahan 2025:પિતૃ પક્ષ 2025માં ચંદ્ર અને સૂર્ય ગ્રહણનો દુર્લભ સંયોગ, આ રાશિઓને મળશે વિશેષ લાભ

Pitru Paksha Grahan 2025: 100 વર્ષ પછી પિતૃ પક્ષની શરૂઆત અને અંતે ગ્રહણ, મિથુન, ધન અને મકર રાશિ માટે શુભ સંકેત

Pitru Paksha Grahan 2025 Rare Eclipse Combination to Benefit These Zodiac Signs

Pitru Paksha Grahan 2025 Rare Eclipse Combination to Benefit These Zodiac Signs

News Continuous Bureau | Mumbai

Pitru Paksha Grahan 2025: વર્ષ 2025નો પિતૃ પક્ષ  જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ માનવામાં આવી રહ્યો છે. આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆત 7 સપ્ટેમ્બરના ચંદ્ર ગ્રહણથી અને સમાપન 21 સપ્ટેમ્બરના સૂર્ય ગ્રહણથી થશે. આ પ્રકારનો દુર્લભ સંયોગ લગભગ 100 વર્ષ પછી જોવા મળી રહ્યો છે. આ ગ્રહણ યોગનો અસર તમામ રાશિઓ પર થશે, પરંતુ ખાસ કરીને મિથુન, ધનઅને મકરરાશિ માટે આ સમય ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે.

Join Our WhatsApp Community

મિથુન રાશિ: આર્થિક લાભ અને નવી તકો

મિથુન રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે લાભદાયક રહેશે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. નોકરીમાં નવી જવાબદારીઓ અને પ્રમોશનના યોગ છે. વેપાર કરતા લોકો માટે પણ નફાકારક ડીલ્સ અને વિસ્તરણના અવસરો મળી શકે છે. મિલકત સંબંધિત નિર્ણયો તમારા પક્ષમાં જઈ શકે છે.

ધન રાશિ: કારકિર્દીમાં વૃદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા

ધન રાશિના જાતકો માટે પિતૃ પક્ષ 2025 સફળતાનો સમય છે. કાર્યક્ષેત્રમાં પ્રમોશન અને નવી ભૂમિકા મળી શકે છે. રોકાણથી લાભ મળવાની શક્યતા છે. અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે. પરિવાર અને સમાજમાં માન-સન્માનમાં વધારો થશે.

આ સમાચાર પણ વાંચો : September 2025 Planetary Transits: સપ્ટેમ્બર 2025માં ચાર ગ્રહોનું રાશિ પરિવર્તન, આ રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત

મકર રાશિ: આત્મવિશ્વાસ અને સફળતાનો સમય

મકર રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસ વધારનાર અને સફળતાભર્યો રહેશે. નોકરીમાં નવી તકો મળશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વેપાર માટે પણ આ સમય લાભદાયક છે. ઘરમાં શાંતિ રહેશે અને જીવનસાથીનો સહયોગ મળશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Bhoota Yajna: હિંદુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન મળ્યું છે, અને પહેલી રોટલી પણ તેના માટે જ હોય છે તો જાણો ભૂત યજ્ઞ પાછળનું રહસ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ ઓક્ટોબર ૨૦૨૫, ગુરૂવાર,જાણો આપનું રાશિફળ
Diwali 2025 Date: 20 કે 21 ઑક્ટોબર? દિવાળી 2025 ની તારીખ થઈ ફાઇનલ,જાણો પૂજા નું મુહૂર્ત
Exit mobile version