Site icon

માતા લક્ષ્મીને છે પ્રિય એવું પારિજાત નું વૃક્ષ આ દિશામાં લગાવો-માતા લક્ષ્મીનો રહેશે વાસ-બની જશો માલામાલ

News Continuous Bureau | Mumbai

પારિજાત એટલે કે હરસિંગર વૃક્ષનું વાસ્તુશાસ્ત્રમાં ઘણું મહત્વ છે. કહેવાય છે કે જે ઘરમાં પારિજાતનું ઝાડ અથવા છોડ લગાવવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે ઘર બનાવતી વખતે વાસ્તુ દોષો પર ધ્યાન ન આપો અને ઘરમાં દરરોજ કોઈને કોઈ અશુભ ઘટના બને તો પારિજાતનો(parijat plant) છોડ ઘરના આંગણામાં લગાવવો જોઈએ. એવું કહેવાય છે કે આ છોડ વાસ્તુ દોષને(vastu dosh) દૂર કરે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે.પૌરાણિક કથાઓમાં કહેવાય છે કે પારિજાત વૃક્ષની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી અને ઈન્દ્રએ સ્વર્ગ વાટિકામાં આ ચમત્કારિક વૃક્ષનું વાવેતર કર્યું હતું.કથાઓમાં એવું પણ કહેવામાં આવે છે કે જે લોકો તેને ઘરમાં લગાવે છે તેમને લાંબા આયુષ્યનું વરદાન મળે છે. દંતકથામાં ઉલ્લેખ છે કે ભગવાન કૃષ્ણએ આ વૃક્ષ તેમની પત્ની રુક્મિણીને અર્પણ કર્યું હતું, જેના કારણે તેમને શાશ્વત જીવન પ્રાપ્ત થયું હતું અને આ વૃક્ષને કારણે ઈન્દ્ર અને શ્રી કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારબાદ ઈન્દ્રના શાપ ના કારણે આ વૃક્ષને ક્યારેય ફળ આવ્યું ન હતું.

Join Our WhatsApp Community

– પારિજાતના ફૂલોનો ખાસ ઉપયોગ દેવી લક્ષ્મીની(maa laxmi) પૂજા માટે કરવામાં આવે છે. પારિજાતના સફેદ અને સુગંધિત ફૂલો અર્પણ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં કાયમ નિવાસ કરે છે.

– ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં હરસિંગર અથવા પારિજાતનો છોડ લગાવવો શ્રેષ્ઠ છે. તેનાથી ઘરની નકારાત્મકતા (negativity)દૂર થાય છે. તેની સાથે જ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે.આ છોડને ઘરની પશ્ચિમ દિશામાં પણ લગાવી શકાય છે.

– ઘરના આંગણામાં પારિજાતનો છોડ લગાવવાથી અઢળક ધનની પ્રાપ્તિ(money) થાય છે અને પાપોમાંથી પણ મુક્તિ મળે છે.

– ઘરના મંદિર(temple) પાસે પારિજાત નો છોડ લગાવવાથી પણ ખૂબ જ શુભ ફળ મળે છે.

– જો તમે ઘરમાં સતત ઝઘડા અને માનસિક તણાવને(stress) દૂર કરવા માંગતા હોવ તો ઘરમાં પારિજાતનો છોડ લગાવવો જોઈએ. આને લગાવવાથી ઘરના સભ્યોનું આયુષ્ય લાંબુ બને છે અને ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે.

– ધ્યાન રાખો કે ઘરની દક્ષિણ દિશામાં કોઈ પણ સંજોગોમાં પારિજાતનો છોડ ન લગાવવો જોઈએ કારણ કે તે યમની દિશા છે. આમ કરવાથી લાભને બદલે નુકસાન થાય છે.

આ સમાચાર પણ વાંચો : મહિલાઓ એ સવારે સ્નાન કર્યા પછી જ કરવું જોઈએ આ કામ-નહીં તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ

Rahu Gochar 2025: ૨ ડિસેમ્બરથી શરૂ થશે ‘અચ્છે દિન’! આ લકી રાશિઓને મળશે અપાર ધન અને માન-સન્માન
Kalbhairav ​​Jayanti: કાલભૈરવ જયંતિ: આજે સવારથી સાંજ સુધી આ ‘શુભ મુહૂર્તો’માં કરો પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર
Surya Gochar 2025: સૂર્ય ગોચરનો ખતરો! ૧૬ નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ ૪ રાશિના જાતકોએ ૧ મહિના સુધી ‘સાવધાની’ રાખવી પડશે
Guru Vakri Sanyog 2025: અત્યંત દુર્લભ સંયોગ: ગુરુ સહિત ૫ ગ્રહો એકસાથે વક્રી! આજથી આ ૪ રાશિઓના શરૂ થશે ‘સુવર્ણ દિવસો’
Exit mobile version