ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
શ્રી કૃષ્ણ જન્મભૂમિ નો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ ની જમીન મુસલમાનોને આપવાની પ્રક્રિયાને ચેલેન્જ કરવામાં આવી છે. વર્ષ 1968માં મસ્જિદ માટે જમીન આપવામાં આવી હતી. કોર્ટમાં માંગ મૂકવામાં આવી છે કે જમીન આપવાની આખી પ્રક્રિયાને ગેરકાયદેસર હતી.
ઉલ્લેખનીય છે કે ૧૯૯૮ પછી બીજી વખત આવી અરજી થઈ છે. આ અરજી ઓનલાઇન જમા કરવામાં આવી છે હવે આવનાર દિવસમાં તેની પર સુનાવણી થશે.
કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના. : એક તરફ મંદી બીજી તરફ જેના નામ માં ઓક્સિજન છે તે કંપની માં તેજી
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કાશીના મંદિર સંદર્ભે પણ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હવે મથુરા નો વારો છે.