ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર
દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે હવે ઘણા મંદિરોમાં ફરી ભક્તો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કોરોનાનાં વધતાં કેસના પગલે તંત્ર દ્વારા જગન્નાથ મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
એટલે કે હવે મંદિર 10 જાન્યુઆરીથી લઈ 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.
એવું માનવામાં આવે છે જગન્નાથ મંદિરમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો આવે છે જેના કારણે હમણાં વધતા કેસ વચ્ચે ભક્તોની ભીડમાં સંક્રમણ વધવાની શક્યતા છે.
2021ની સાલમાં આ કારણથી રેલવે એક્સિડન્ટમા થયા સૌથી વધુ મૃત્યુ; જાણો વિગત
