Site icon

વાસ્તુ ટિપ્સ- ધનતેરસના દિવસે મુખ્ય દ્વાર પર રાખો આ વસ્તુઓ- માં લક્ષ્મી ની થશે કૃપા-મળશે તમને અપાર ધન

News Continuous Bureau | Mumbai

દિવાળીનો (Diwali)તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. પાંચ દિવસીય તહેવાર ધનતેરસથી(Dhanteras) શરૂ થાય છે અને ભાઈ બીજ  સાથે સમાપ્ત થાય છે. પાંચ દિવસના આ તહેવારમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાનો વિશેષ નિયમ છે. શાસ્ત્રો(shastra) અનુસાર એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે કેટલાક ખાસ કામ કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાથી સકારાત્મક ઉર્જા સાથે દેવતાઓ પ્રવેશ કરે છે. તેથી આ સ્થાનને એવી રીતે રાખવું જોઈએ કે મા લક્ષ્મી હંમેશા પોતાની કૃપા વરસાવે. ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દરવાજામાં કેટલીક વસ્તુઓ કરવી શુભ માનવામાં આવે છે. આવો જાણીએ મુખ્ય દ્વારમાં કઇ શુભ વસ્તુઓ હોવી જોઇએ.

Join Our WhatsApp Community

1. તોરણ 

જો ઘરમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય હોય તો ઘરના મુખ્ય દરવાજા(main gate) પર તોરણ અવશ્ય લગાવવામાં આવે છે. કારણ કે આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં ચોક્કસપણે આવે છે. તેથી ધનતેરસથી ભાઈ બીજ સુધી ઘરના મુખ્ય દરવાજા પર કેરી, અશોક વગેરે ના તોરણ અવશ્ય લગાવો. 

2. સ્વસ્તિક

ધનતેરસના દિવસે મુખ્ય દરવાજાની બંને તરફ સ્વસ્તિક ચિહ્ન(swastik) લગાવો. તેને મા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આવી નિશાની બનાવવાથી મા લક્ષ્મીનું આગમન થાય છે.

3. ઘીનો દીવો

ધનતેરસના દિવસથી દરરોજ મુખ્ય દરવાજાની ડાબી બાજુ ઘીનો દીવો પ્રગટાવો. તેને બહારની તરફ મુખ રાખીને રાખો. આ સાથે ઘરમાં હાજર દરેક વ્યક્તિએ તેને જોવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આને જોવા પર દેવી લક્ષ્મી સુખ અને સમૃદ્ધિની આશીર્વાદ(blessing) આપે છે.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ – દિવાળી પર ભૂલમાં પણ આ ગિફ્ટ ના લેશો કે ના આપશો-નહિ તો ઘરમાં શરૂ થશે સમસ્યા

4. મા લક્ષ્મીના ચરણ

ધનતેરસના દિવસે ઘરના મુખ્ય દરવાજામાં દેવી લક્ષ્મીના પ્રતીકાત્મક ચરણ(foot) અવશ્ય રાખો. આ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. મુખ્ય દરવાજામાં દેવી લક્ષ્મીના ચરણ એવી રીતે રાખો કે બહારથી અંદર જતા દેખાય.

5. મની પ્લાન્ટ

ઘરના મુખ્ય દરવાજામાં મની પ્લાન્ટ અથવા તુલસીનો(tulsi) છોડ જરૂરથી રાખો. ધનતેરસના દિવસે સવારથી સાંજ સુધી બહાર રાખો. તે પછી તેને ઘરની અંદર રાખવું જોઈએ. તેને ઘરની બહાર રાખવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

 

Mahalakshmi Rajyog 2026: મકર સંક્રાંતિ બાદ સર્જાશે શક્તિશાળી ‘મહાલક્ષ્મી રાજયોગ’, આ 3 રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર સર્જાયો અદ્ભુત ‘વૃદ્ધિ યોગ’; આ 3 રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે જંગી વધારો, લક્ષ્મીજી થશે પ્રસન્ન.
Exit mobile version