ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઑગસ્ટ, 2021
બુધવાર
અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર ડિસેમ્બર 2023 સુધીમાં ભક્તો માટે ખોલવામાં આવશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડિસેમ્બર 2023થી રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે. એટલે કે ડિસેમ્બર 2023થી ભક્તો મંદિરમાં આવીને રામલલાના દર્શન કરી શકશે.
આ દરમિયાન મંદિરમાં નિર્માણ કાર્ય ચાલુ રહેશે. મંદિર ઉપરાંત મ્યુઝિયમ, ડિજિટલ આર્કાઇવ્સ અને રિસર્ચ સેન્ટર પણ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.
સાથે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તોને નવી ભેટ આપી છે. તમામ રામ ભક્તો હવે રામ મંદિર નિર્માણનું કામ પોતાની આંખોથી જોઈ શકશે.
આ માટે એક વ્યૂ પોઇન્ટ બનાવવામાં આવશે. જે સંપૂર્ણપણે લોખંડની જાળીથી પેક હશે જ્યાંથી ભક્તો ખુલ્લી આંખોથી મંદિરનું નિર્માણ જોઈ શકે છે.
