ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
07 નવેમ્બર 2020.
અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) દ્વારા આસામના પ્રખ્યાત કામખ્યા મંદિરનો ગુંબજ 19 કિલો સોનાથી શણગારવામાં આવશે.. આમ દેશની શક્તિપીઠમાં સામેલ આસામના જાણીતા કામાખ્યા મંદિરની શોભામાં દિવાળીમાં વધારો થવાનો છે. આ મંદિર હવે સોનાથી ચમકશે.
દિવાળી સુધીમાં આ મંદિરના ઘુમ્મટને સોનાથી મઢવાનું કામ પૂરું થઈ જશે. તેના માટે મુંબઈના કારીગરો સતત કામ કરી રહ્યા છે જેથી નિર્ધારીત સમયમાં આ કામ પૂરુ થઈ શકે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીના ચેરમેન મુકેશ અંબાણી વ્યક્તિગત રીતે આ પ્રોજેક્ટમાં રસ લઈ રહ્યા છે.. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જ્વેલરી ડિવિઝનને આ કામ સોંપવામાં આવ્યું છે. ઘુમ્મટ પર સોનાના શણગારનું કામ તેમજ રંગરોગણનું કાન પણ ચાલી રહ્યું છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, નિલાચલ ટેકરી પર આવેલા મંદિરના મુખ્ય સ્ટ્રક્ચર માટેની તાંબાની ડિઝાઈન તૈયાર છે અને તેના પર પણ સોનાનો ઢોળ ચડાવવામાં આવી રહ્યું છે.