Site icon News Continuous Bureau | Mumbai

સાંગલીમાં સ્થાપિત થયા ચોર ગણપતિ, ૨૦૦ વર્ષ જૂની છે પરંપરા; જાણો રસપ્રદ ગણેશોત્સવ

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

સાંગલી પંચાયતન સંસ્થાનમાં ચોર ગણપતિની સ્થાપના થઈ ગઈ છે. આ ચોર ગણપતિની પરંપરા ૨૦૦ વર્ષ પૂર્વે ચિંતામણરાવ અપ્પા સાહેબ પટવર્ધને શરૂ કરી હતી. કોઈ પણ જાતના શોરબકોર વગર રાતના અંધારામાં  ભાદરવા સુદ પ્રતિપદાના દિવસે એટલે કે અન્ય ગણપતિ ચતુર્થીના દિવસે આવે છે, જ્યારે આ ગણપતિનું ચાર દિવસ પહેલાં જ ચોર પગલે મંદિરમાં આગમન થવાથી તેમને ચોર ગણપતિ કહેવાય છે. ભાવિકોને તેમના આગમનની જાણ સુધ્ધાં થતી નથી. કાગળની લુગદીમાંથી આ ગણપતિની ઇકોફ્રેન્ડલી મૂર્તિ બને છે.

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન : હૃષીકેશ-ગંગોત્રી હાઇવે પર અચાનક પડવા લાગ્યા મોટા પથ્થરો, માંડમાંડ બચ્યા સ્કૂટી સવારો; જુઓ વીડિયો

 સાંગલીના રહેવાસીઓના ગણપતિ આરાધ્ય દેવ હોવાથી ચોર ગણપતિ માટે તેમને બહુ જ ઉત્સુકતા હોય છે. કોરોના મહામારીને લીધે મંદિર બંધ હોવાથી ભક્તોએ બાપ્પાનાં દર્શન બહારથી જ કર્યાં છે. આ દોઢ દિવસના ચોર ગણપતિની વિશેષતા એ છે કે જેમ ચૂપચાપ તેમનું આગમન થાય છે તેમ તેમનું વિસર્જન થતું નથી અને રાતનાં અંધારામાં જ ફરીથી એ ઠેકાણે મૂર્તિને મૂકવામાં આવે છે, જ્યાંથી તેને લાવવામાં આવી હતી. એટલે કે આ મૂર્તિનું વિસર્જન નહીં પણ જતન થાય છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar Libra Transit Impact સૂર્ય ગોચર બદલાશે સૂર્યદેવની ચાલ, તુલા રાશિમાં પ્રવેશ સાથે મેષથી મીન સુધી તમામ ૧૨ રાશિઓ પર થશે મોટી અસર!
Today’s Horoscope : આજનો દિવસ: ૧૨ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૦ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version