Site icon

સપનામાં આ ફળો ને જોવું એ છે ધનલાભની નિશાની- જાણો તે ફ્રૂટ ક્યા છે.

News Continuous Bureau | Mumbai

જયારે વ્યક્તિ સૂતો હોય છે ત્યારે સપના(dream) જોતો હોય છે. કેટલાક લોકો ને ઊંઘ માં જોયેલા સપના યાદ રહેતા હોય છે જયારે કે કેટલા લોકો તેને ભૂલી જતા હોય છે.સ્વપ્ન શાસ્ત્રમાં(swapna shastra) કહેવામાં આવ્યું છે કે સપના ભવિષ્ય સાથે જોડાયેલી ઘણી સંભાવનાઓ વિશે જણાવે છે. આ સંકેતો શુભ અને અશુભ બંને હોઈ શકે છે. ક્યારેક સપનાનું પરિણામ વિપરીત હોય છે. ઉદાહરણ તરીકે, જો તમે સ્વપ્નમાં તમારી જાતને રડતા જુઓ અથવા મૃત્યુ જુઓ, તો તેનું ફળ શુભ છે, જીવનમાં સુખ આવે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે જો તમે તમારા સપનામાં આ ફળો ખાતા જોયા હોય તો તેનો અર્થ શું છે. ફળ ખાવાના સપના તમને શું સૂચવે છે? આવો જાણીએ…

Join Our WhatsApp Community

1. દ્રાક્ષ 

સ્વપ્ન શાસ્ત્રો અનુસાર, જો તમે તમારા સપનામાં પોતાની જાત ને  દ્રાક્ષ(grapes) ખાતા જુઓ છો, તો તે તમારા માટે શુભ (lucky)સંકેત છે. મતલબ કે તમારી તબિયત જલ્દી(health) ઠીક થવા જઈ રહી છે અથવા તો ઘરનું બીજું કોઈ બીમાર છે અને તમે તેના વિશે ચિંતિત છો તો તેનું સ્વાસ્થ્ય જલ્દી સારું થશે.

2. આદુ 

જો તમે આદુ (ginger)ખાવાનું સપનું જોયું છે, તો તે પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. આનો અર્થ એ છે કે નજીકના ભવિષ્યમાં તમારો પ્રભાવ વધવાનો છે, જેના કારણે સમાજમાં તમારું માન-સન્માન વધશે. તે જ સમયે, તમે લોકોની મદદ(help) કરશો, જેના કારણે તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.

3. દાડમ 

જો તમે સપનામાં દાડમ(pomegranate) ખાઓ છો, તો આ તમારું ફાયદાકારક(lucky) સ્વપ્ન છે. આ સંકેત છે કે આવનારા સમયમાં તમને ધનલાભ થવાનો છે. આ સ્વપ્ન તમને જીવનમાં ઘણી સકારાત્મકતા(positivity) આપે છે. સાથે જ જો તમે તમારા સપનામાં દાડમના પાન ખાતા હોવ તો તમારા જલ્દી લગ્ન થવાની સંભાવના છે.

4. અનાનસ 

જો તમે અનાનસ (pineapple)ખાવાનું સપનું જોયું છે, તો તે તમારા માટે મિશ્ર પરિણામ આપે છે. આનો અર્થ એ છે કે કેટલાક કામ માટે તમારે શરૂઆતમાં થોડી મહેનત (work hard)કરવી પડશે પરંતુ પછીથી તમને તેનો ફાયદો થશે. એટલે કે પહેલા તો કોઈ પણ પ્રકારની સમસ્યા(problem) આવી શકે છે, પરંતુ બાદમાં તેનો ઉકેલ પણ આવશે અને ફાયદો પણ થશે.

5. જામફળ 

જો તમે જામફળ (Gooseberry)ખાતા કે બગીચામાંથી જામફળ તોડી ને ખાતા હોવ તેવું સપનું જુઓ છો, તો તે તમારા માટે શુભ(lucky) સંકેત છે. તેનો અર્થ એ છે કે ધીમે ધીમે તમારા જીવનની સમસ્યાઓ સમાપ્ત થઈ રહી છે અને તમને નાણાકીય લાભ પણ મળશે. બીજી તરફ, જો તમે કેરી જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમને ભવિષ્યમાં પૈસા કમાવવાની ઘણી તકો મળશે.

6. કેળા 

જો તમે તમારા સ્વપ્નમાં કેળા(banana) જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારું લગ્ન જીવન (married life)કોઈપણ મુશ્કેલી વિના ખુશીથી પસાર થશે. જો તમે સ્વપ્નમાં પોતાને કેળા ખાતા જુઓ છો, તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : ભૂલમાં પણ આ દિશામાં મોં રાખીને ભોજન ના કરશો-થાય છે સ્વાસ્થ્ય અને આર્થિક નુકસાન-જાણો ભોજન કરવાની સાચી દિશા વિશે

Indira Ekadashi 2025: 17 સપ્ટેમ્બર બુધવારના રોજ મનાવવામાં આવશે ઇંદિરા એકાદશી એકાદશી, જાણો શું છે તેનું મહત્વ
Gajkesari Rajyog: 12 વર્ષ બાદ બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, ગુરુ-ચંદ્રની કૃપાથી મળશે ભરપૂર લાભ
Mangal Gochar: ભાઈબીજ પછી મંગળ કરશે વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત
Budhaditya Rajyog: 17 સપ્ટેમ્બરે ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ, 1 વર્ષ બાદ થશે બુધ-સૂર્યની યુતિ
Exit mobile version