સેમલિયા જૈન તીર્થ એ મધ્ય પ્રદેશ રાજ્યના રતલામ જિલ્લામાં આવેલું છે. તે માલવાના પાંચ સૌથી પ્રાચીન તીર્થોમાંનું એક છે. આ મંદિર રાજા સંપ્રતિના શાસન દરમિયાન 2300 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું. મંદિરના મૂળનાયક 16 માં જૈન તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન છે. શાંતિનાથની મૂર્તિ કાળા પથ્થરની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે.