Site icon News Continuous Bureau | Mumbai

Eye Twitching Meaning Astrology: આંખનું ફફડવું શુભ કે અશુભ? સામુદ્રિક શાસ્ત્ર મુજબ પુરુષો અને સ્ત્રીઓ માટે બદલાઈ જાય છે તેના અર્થ; જાણો શું કહે છે તમારું નસીબ

પુરુષ અને સ્ત્રી માટે આંખ ફફડવાના અર્થ છે અલગ; જમણી આંખ ફફડવી ક્યારે આપે છે ખુશખબરી અને ક્યારે ચેતવણી?

Eye Twitching Meaning Astrology આંખનું ફફડવું શુભ કે અશુભ

Eye Twitching Meaning Astrology આંખનું ફફડવું શુભ કે અશુભ

News Continuous Bureau | Mumbai
Eye Twitching Meaning Astrology ભારતીય પ્રાચીન વિદ્યાઓમાં સામુદ્રિક શાસ્ત્રનુંવિશેષ મહત્વ છે. તેમાં જણાવ્યા મુજબ, શરીરની બનાવટ અને અંગોની ગતિવિધિઓ દ્વારા ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત મળે છે. ઘણીવાર આપણી આંખ અચાનક ફફડવા લાગે છે. સામાન્ય રીતે લોકો તેને શારીરિક ક્રિયા માને છે, પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિએ આ ફફડાટ આવનારા સમયની ચેતવણી અથવા શુભ સંકેત હોઈ શકે છે.શરીરના કયા અંગમાં અને કઈ બાજુ ફફડાટ થાય છે તેના આધારે તે લાભ કે નુકસાનની આગાહી કરે છે. આંખનું ફફડવું એ સૌથી સામાન્ય અનુભવ છે, અને સ્ત્રી તેમજ પુરુષ માટે તેના પરિણામો તદ્દન વિરુદ્ધ હોઈ શકે છે.

પુરુષો માટે જમણી આંખનું ફફડવું છે શુભ

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જો કોઈ પુરુષની જમણી આંખફફડતી હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તેને ટૂંક સમયમાં કોઈ ખુશખબરી મળી શકે છે. લાંબા સમયથી અટકેલું કોઈ કાર્ય પૂર્ણ થઈ શકે છે અથવા કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે. તેની સામે, મહિલાઓની જમણી આંખ ફફડવી શુભ સંકેત માનવામાં આવતો નથી.

Join Our WhatsApp Channel

મહિલાઓ માટે ડાબી આંખ ફફડવી એટલે ધન લાભ

મહિલાઓ માટે ડાબી આંખનું ફફડવું અત્યંત લાભકારી અને શુભ માનવામાં આવે છે. જો કોઈ સ્ત્રીની ડાબી આંખ ફફડતી હોય તો તેને જીવનમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. આ આર્થિક લાભ, અટકેલા નાણાં પરત મળવા અથવા નોકરીમાં પ્રમોશનમળવાનો સંકેત હોઈ શકે છે. આ ઉપરાંત, ઘરમાં સંતાન સુખ કે મંગળ કાર્ય થવાની સંભાવના પણ આ ફફડાટ દર્શાવે છે.

આ સમાચાર પણ વાંચો : Pimple Popping Side Effects: ખીલ ફોડવાથી ચહેરો થઈ શકે છે ખરાબ! ઇન્ફેક્શનનું જોખમ અને કાયમી નિશાન; જાણો ખીલને હાથ લગાવતા પહેલા આ ખાસ વાતો.

કયા સંકેતો અશુભ માનવામાં આવે છે?

શાસ્ત્ર મુજબ, પુરુષોની ડાબી આંખ અને મહિલાઓની જમણી આંખનું ફફડવું અશુભ માનવામાં આવે છે. આ સંકેત આવનારા સંઘર્ષ, મુશ્કેલીઓ અથવા કોઈ દુઃખદ સમાચાર તરફ ઈશારો કરે છે. જો તમારી આંખ સતત ફફડતી હોય, તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે વધુ પડતો થાક અથવા આંખના સ્નાયુઓ પરના દબાણને કારણે પણ હોઈ શકે છે. આવા કિસ્સામાં પૂરતી ઊંઘ લેવી અને આંખને આરામ આપવો પણ જરૂરી છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૬ નવેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Sade Sati 2027 Astrology Forecast વર્ષ ૨૦૨૭ માં શનિની સાડાસાતીની અસરો જાણો કઈ રાશિઓને મળશે પીડામાંથી મુક્તિ અને કયા જાતકોએ રહેવું પડશે સાવધાન
Dhanteras 2026 Date And Shubh Muhurat ધનતેરસ ક્યારે છે? જાણો સોનાચાંદીની ખરીદીના શુભ ચોઘડિયા અને લક્ષ્મીકુબેર પૂજનનું શ્રેષ્ઠ મુહૂર્ત
Today’s Horoscope : આજનો દિવસ: ૫ નવેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version