Site icon

જાણો શ્રાવણ મહિના માં કઈ રાશિના જાતકોએ કયા ભગવાન ને કેવા ફૂલ ચઢાવવા જોઈએ

News Continuous Bureau | Mumbai

ભગવાન શિવનો પ્રિય માસ(shravan month) શરૂ થઇ ગયો છે. મહાદેવને પ્રસન્ન કરવા ભક્તો શ્રાવણ મહિનામાં પૂજા કરે છે. આ મહિનામાં ભોલેનાથને જલાભિષેક અને રૂદ્રાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો ભગવાન શિવને તેમની પ્રિય વસ્તુ અર્પણ કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. ઈચ્છિત ફળ મેળવવા માટે ભક્તોએ પૂજામાં શંકરને મનપસંદ ફૂલ(flower) ચઢાવવા જોઈએ. આનાથી ઘણા ફાયદા થાય છે.તો ચાલી જાણીયે કઈ રાશિ વાળા લોકો એ ક્યાં ભગવાન ને ક્યાં ફૂલ ચઢાવવા જોઈએ.

Join Our WhatsApp Community

1. મેષ રાશિ – આ રાશિ ના જાતકો એ તે પછી સ્ત્રી હોય કે પુરુષ તેમને ભગવાન શંકર(lord shiva) અને માતા પાર્વતી ને મોગરાનું ફૂલ ચઢાવશે તો તેમની દરેક મનોકામના પુરી થશે.

2. વૃષભ રાશિ- આ રાશિ ના જાતકો એ ગણપતિ દાદાને પીળા ગલગોટા(yellow marigold) નું ફૂલ ચઢાવવું જૉ આમ કરવાથી તેમના જીવન માં આવતી મુશ્કેલીઓ દૂર થશે. 

3. મિથુન રાશિ- આ રાશિના જાતકો એ શ્રાવણ માસ દરમિયાન માતા લક્ષ્મીજી ને લાલ જાસુદ(red habicus) નું ફૂલ ચઢાવવું જોઈએ. આમ કરવાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. 

4. કર્ક રાશિ- આ રાશિ ના લોકો ખુબ ગુસ્સા વાળા હોય છે માટે તેમનો સ્વભાવ શાંત રહે તે માટે તેમને શ્રાવણ માસ દરમિયાન ભોલેનાથ ને બીલીપત્ર (bilipatra)ચઢાવશે તો તમને સ્વભાવ શાંત થશે. 

5. સિંહ રાશિ- આ રાશિ ના જાતકો એ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકર ને ગુલાબ નું ફૂલ (rose flower)ચઢાવવું જોઈએ આમ કરવાથી તેમને તેમની મહેનતનું ફળ મળે છે. 

6. કન્યા રાશિ- આ રાશિ ના જાતકોએ શ્રાવણ માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ને કમળ (lotus)નું ફૂલ ચઢાવવું જોઈએ. આવું કરવાથી તેમના સંસાર માં ચાલતો કંકાસ ઓછો થશે. 

7. તુલા રાશિ- આ રાશિના જાતકોએ ભોલેનાથને બીલીપત્ર(bilipatra) ચઢવવા જોઈએ આમ કરવાથી તેમના ભાઈ ભંડારો નો પ્રશ્ન નો નિકાલ આવે છે. 

8. વૃશ્ચિક રાશિ- આ રાશિના જાતકોએ શ્રાવણ માસ (shravan month)દરમિયાન ભોલેનાથ ને મોગરાનું ફૂલ ચઢાવવું જોઈએ આમ કરવાથી તેમના સંતાન સંબંધી પ્રશ્નો નો હલ આવે છે.  

9. ધન રાશિ- આ રાશિ ના જાતકોએ શ્રાવણ માસ માં ભગવાન શંકર ને ગલગોટાનું ફૂલ ચઢાવવું જોઈએ આવું કરવાથી તેમના નોકરી ધંધા(business)ને લગતી મૂંઝવણ ઓછી થાય છે. 

10. મકર રાશિ- આ રાશિ ના જાતકો એ ગણેશ ભગવાન ને ચમેલી ના ફૂલ ચઢવવા જોઈએ આમ કરવાથી તેમનો ગુસ્સો (anger)શાંત થશે. 

11. કુંભ રાશિ- આ રાશિ ના જાતકો એ શ્રાવણ માસ દરમિયાન માતા પાર્વતી  ને કમળ(lotus) નું ફૂલ ચઢાવવું જોઈએ આવું કરવાથી તેમના સંબંધ માં આવતા ઉતાર-ચઢાવ ની સમસ્યા દૂર થાય છે. 

12. મીન રાશિ- આ રાશિ ના જાતકો એ શ્રાવણ માસ દરમિયાન ભોલેનાથ ને ગુલાબ(rose) નું ફૂલ ચઢાવવું જોઈએ આવું કરવાથી તમને શંકાશીલ સ્વભાવ માં સ્થિરતા આવશે અને તેઓ કોઈ ચોક્કસ નિર્ણય લઇ શકશે. 

આ સમાચાર પણ વાંચો :11ઓગસ્ટે આખો દિવસ રહેશે ભદ્રની છાયા -જાણો રક્ષાબંધન માં રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે

Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Exit mobile version