તીર્થ બિહારના ગિરિડીહ જિલ્લાના મધુવન ખાતે આવેલું છે. પ્રાચીનકાળથી આ ગિરિડીહ જૈનોનું પવિત્ર તીર્થ મનાય છે. આ મંદિરના મૂળનાયક શ્રી સમેતશિખર પાર્શ્વનાથની કાળા રંગની 31 ઇંચ ઊંચી અને 20 ઇંચ પહોળી મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. શ્રી સમેતશિખર પાર્શ્વનાથની મૂર્તિનું નિર્માણ વિક્રમ સંવત 1822 ના શ્રી ખુશાલચંદ દ્વારા કરાયું હતું અને આ મૂર્તિ શ્રી સકલસુરી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.