Site icon

શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન ભકતોનો માનવમહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોચશે

 પાલખીયાત્રા - મહામૃત્યુંજય યજ્ઞ-પાર્થેશ્વર મહાપૂજન- સોમેશ્વર પૂજન- જ્યોતપૂજન સાથે જ ચાર પ્રહરનું વિશેષ પૂજન-આરતી યોજાશે. સોમનાથ તીર્થમાં ભક્તિ-ભજન-ભોજન નો ત્રિવેણી સંગમ રચાશે. ભક્તો રાત્રીના પ્રથમ અને દ્વિતીય પ્રહર દરમિયાન વિશેષ સોમેશ્વર મહાપૂજનનો લાભ લઇ શકશે

special arrangements by temple trust of somanath on occasion of mahashivratri

શ્રી સોમનાથ તીર્થધામમાં મહાશિવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન ભકતોનો માનવમહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોચશે

News Continuous Bureau | Mumbai

પ્રતિવર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ 2023 અંતર્ગત તા.૧૭ ફેબ્રુઆરી થી તા.૧૯ ફેબ્રુઆરી -૨૦૨૩ દરમ્યાન ત્રિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા.૧૮-૦૨-૨૦૨૩, શનિવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ૪-૦૦ વાગ્યાથી થી લઇ સતત ૪૨ કલાકે ભક્તજનો માટે ખુલ્લુ રહેશે, ચાર પ્રહરની વિશેષ પૂજા- આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખીયાત્રા, પાર્થેશ્વર મહાપૂજન, ધ્વજારોહણ, પાઘ- પૂજન- શોભાયાત્રા, સહિતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે, સોમનાથના માર્ગો શિવભક્તોનાં “જય સોમનાથ”ના નાદથી ગુંજી ઉઠશે. ભક્તોની વિશેષ સુલભતા માટે વિશેષ ક્લોકરૂમ જુતાધરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મહાશિવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ને લક્ષ્યમાં લઇ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ વિવિધ પૂજાવિધિ નોંધાવી શકે, પ્રસાદ-લયજ્ઞકીટ-સૌમગંગા-અભિષેક માટે ગંગાજળ મેળવી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપુજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિએ વધુમાં વધુ પરિવારોને સોમેશ્વર મહાપૂજન કરી શકે તે માટે વિશેષ સ્લોટ શરૂ કરવામાં આવેલ છે.

Join Our WhatsApp Community

ધ્વજાપુજન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ મહાશિવરાત્રિ મહોત્સવથી પાધપૂજન કરવામાં આવશે, જેમાં યજમાનશ્રી ન્યોછાવર પૂજાવિધિ કાઉન્ટર ૫૨ નોંધાવી પાઘનું પૂજન કરી શકશે, ત્યાર બાદ પાધની શોભાયાત્રા વાજતે-ગાજતે મંદિર પરિસરમાં ફરશે, અને ત્યાર બાદ સોમનાથ મહાદેવના શૃંગાર માં આ પાઘ ને ઉપયોગમાં લેવાશે, મહોત્સવનો પ્રારંભ ટ્રસ્ટ તરફથી પારંપરીક ધ્વજાપૂજનથી થશે, મહાશિવરાત્રિએ શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો દ્વારા શાંતિપાઠ કરવામાં આવશે, સોમનાથ મહાદેવના સાનિધ્યે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રૂદ્રિપાઠ સતત શરૂ રહેશે, સમુદ્ર તટે મારૂતી બીચ ખાતે પાર્થેશ્વર મહાપૂજન કરવામાં આવશે, જેમનો વિશેષ લાભ ૨૫૧ યજમાન પરિવારો લઇ શકશે.. મહાશિવરાત્રિના રોજ ૨૪/૭ સ્વાગત કેન્દ્ર મંદિરના મુખ્ય પ્રવેશ પાસે કાર્યરત રહેશે.

સોમનાથ આવતા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા.. શ્રી સોમનાથ ટ્રસ્ટ સ્વાગત કક્ષનો સંપર્ક કરી વૃદ્ધો તથા દિવ્યાંગો સરળતાથી આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી મહાશિવરાત્રિ પર્વે ધન્ય બનશે. આ માટે મો.૯૩૫૭૫૭૪૭૫૭ સંપર્ક કરી વૃદ્ધ તેમજ દિવ્યાંગ યાત્રીક મદદ મેળવી શકશે. આ માટે વિશેષ સ્ટાફ આ વ્યવસ્થા માટે રાખવામાં આવેલ છે. સોમનાથ મહામૃત્યુંજય યજ્ઞ સોમનાથ મંદિર પ્રાંગણમાં આવેલી યજ્ઞશાળા ખાતે તા.૧૭ થી ૧૯ ફેબ્રુઆરી દરમીયાન સવારે ૭-૩૦ થી સાંજે ૬-૩૦ દરમીયાન મહામૃત્યુંજય યજ્ઞ યોજાશે, જેમાં સોમનાથ આવતા ભક્તો માત્ર પાંચ મીનીટનો સમય કાઢી આહુતી આપી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરી શકશે. શ્રાવણ-૨૦૨૨ દરમીયાન ૧૬ હજારથી વધુ પરિવારોએ ૩.૩૭ લાખથી વધુ આહુતી સોમનાથ મહાદેવને અર્પણ કરી ધન્ય બન્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  મહાશિવરાત્રી પર્વ, હિંદુઓનો સૌથી મોટો તહેવાર. જાણો તેના વિશે.

સોમૈશ્વર મહાપૂજા : સૌમનાથ ખાતે તા.૩૧મે ૨૦૨૨ ના રોજ શરૂ થયેલી સોમેશ્વર મહાપૂજા જે ૪૦ થી વધુ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયેલી છે, મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે વધુ ભક્તો આ પૂજનનો લાભ લઇ શકે તે શુભાશય સાથે સ્લોટ સવારે ૮ કલાકે, ૯ કલાકે, ૧૦ કલાકે, બપોરે ૧૨-૩૦ કલાકે, ૨ કલાકે, ૩ ક્લાર્ક, ૪ ક્લાકે, ૫ કલાકે, રાત્રે ૭-૩૦ કલાકે, પ્રથમ પ્રહર રાત્રે ૮-૩૦ કલાકે, દ્વિતીય પ્રહર રાત્રે ૧ કલાકે મળી કુલ ૧૧ સ્લોટમાં ભક્તો સોમનાથ મહાદેવની નીશ્રામાં થતી સોમેશ્વર મહાપૂજન ઓનલાઇન ટ્રસ્ટની વેબસાઇટ તથા ઓફલાઇન શ્રી સોમનાથ ટ્રસ્ટ પૂજાવિધિ કાઉન્ટર પર નોંધાવી પૂજનનો લાભ લઇ શકશે. સોમનાથ મહાદેવની વિશેષ બિલ્વપૂજા સમગ્ર દેશભર માંથી એક લાખથી વધુ શિવભક્તો એ ઓનલાઇન જે બિલ્વપૂજા નોંધાવી છે. આ તમામ ભક્તોની બિલ્વપૂજા સેવાના બિલ્વપત્રોનું આદિ જ્યોલિંગ સોમનાથ મહાદેવને કરવામાં આવશે, જેને ઘરેબેઠા ભક્તો ઓનલાઇન નિહાળી ધન્ય બનશે. તેમજ મહાશિવરાત્રિ પર્વે ભગવાનના શૃંગારમાં લેવાયેલા બિલ્વપત્ર, ભસ્મ, રૂદ્રાક્ષ એ લાખો ભક્તોને પ્રસાદ સ્વરૂપે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓ સુધી પહોચાડાશે..

સોમનાથ મહાશિવરાત્રિ પર્વે ભર્તા ઘરેબેઠા ઓનલાઈન પૂજાનો ઇ-સંકલ્પ કરી ધન્ય બને તે માટે ઓનલાઇન ઝુમ એપ પર ભક્તો પૂજા તેમજ દર્શન કરી શકશે. પૂજા ટ્રસ્ટની ઉપરોક્ત વેબસાઇટ પરથી નોંધાવી શકાશે . ટ્રસ્ટની વેબસાઇટ soMNATH.ORG પરથી ભક્તો સોમનાથ મહાદેવને અર્પીત કરવામાં આવતા પિતાંબર-સાડી-પ્રસાદ-પૂજા થયેલા ચાંદીના સિક્કા વિગેરે સમગ્ર દેશમાંથી કુરીયર મારફત મેળવી ધન્ય બની શકશે. ભારતભરની કોઇપણ પોસ્ટ ઓફિસ ખાતે મનીઓર્ડર નોંધાવી ભક્તો ધરબેઠે પ્રસાદ મેળવી શકશે. મહાશિવરાત્રિના દિવસે શ્રી સોમનાથ મંદિર લાઇટીંગથી સુંદર દ્રશ્યમાન થશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પાર્કિંગમાં એલ.ઇ.ડી સ્ક્રીનમાં ભક્તો આવતા-જતા સોમનાથ જીના લાઇવ દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે. જુદા-જુદા દાતાશ્રીઓના સહયોગથી મહિશવરાત્રિ પર્વે દર્શનાર્થે પધારતાં ધાત્રીઓને મહાપ્રસાદ, ફરાળ નિઃશુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા સોમનાથ પથીકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે ગોઠવવામાં આવેલ છે. તા.૧૭.૦૨.૨૦૨૩ તથા તા.૧૮.૦૨.૨૦૨૩ ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘શ્રી સોમનાથ ઉત્સવ-૨૦૨૩’ નું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ મંદિર પરિસર ચૌપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે, આ કાર્યક્રમમાં જુદા-જુદા કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ લોકનૃત્યો દ્વારા ૨૨૫ ચી વધારે કલાકારો ભગવાન શિવજીની આરાધના કરશે. જેમાં પ્રસિદ્ધ કલાકાર શ્રી બ્રીજરાજદાન ગઢવી, શ્રી હેમંત જોષી ભક્તો સમક્ષ શિવભક્તી ની પ્રસ્તુતી કરશે. આ કાર્યક્રમ લોકો ધરેબેઠા રાત્રે ૮-૦૦ કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ડિઝીટલ પ્લેટફોર્મ પરથી નિકાળી શકશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.

આ સમાચાર પણ વાંચો :  આ વર્ષની શિવ જયંતિ હશે ખાસ! આગ્રાના આ કિલ્લામાં ઉજવાશે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.. પુરાતત્વ વિભાગે આપી મંજૂરી

અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ માન.સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇની દેખરેખમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ તેમજ સ્થાનીક જીલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર નગર સેવા સદનના સહયોગથી ઉત્સાહભેર મહા શિવરાત્રિ મહોત્સવમાં આવનાર યાત્રીઓની વ્યવસ્થા અને આયોજન ગોઠવી રહ્યા છે. મહાશિવરાત્રિનું સમગ્ર આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવ્યું છે. મહાશિવરાત્રિ પર્વે દર્શનાર્થે આવતા ભાવિકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ અપિલ કરવામાં આવે છે કે, જ્યારે આટલી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પધારતા હોય, ત્યારે કચરો યોગ્ય જગ્યાએ રાખવામાં આવેલી કચરા ટોપલીમાં જ નાંખે અને સ્વચ્છતામાં સહયોગ કરે. આમ, મહાશિવરાત્રી ના પર્વ સોમનાથ તીર્થ ભકતોના ભાવ અને મહાદેવના પૂજન થી શિવત્વની અનુપમ અનુભૂતી કરાવનાર પરમ ધામ બની રહેશે.

Today’s Horoscope : આજનો દિવસ: ૯ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Pitrupaksh 2025: પિતૃપક્ષ માં શા માટે મનાવવામાં આવે છે કુંવારા પંચમી, માતૃનવમી અને સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ
Palmistry: જાણો હથેળી પર અર્ધ અને પૂર્ણ ચંદ્રના નિશાનનું હોવું તમારા જીવન વિશે શું સૂચવે છે
Today’s Horoscope : આજનો દિવસ: ૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version