Site icon

Surya Sankranti 2025: 17 ઓગસ્ટે સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ, આ રાશિઓ નો થશે ભાગ્યોદય

Surya Sankranti 2025: સૂર્યના રાશિ પરિવર્તનથી મેષ, મિથુન, સિંહ અને ધન રાશિ ને મળશે વિશેષ લાભ

Sun Transit into Leo on August 17 Will Bring Fortune to These Zodiac Signs

Sun Transit into Leo on August 17 Will Bring Fortune to These Zodiac Signs

News Continuous Bureau | Mumbai  

Surya Sankranti 2025: દર મહિને સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, જેને સંક્રાંતિ  તરીકે ઓળખવામાં આવે છે. આવતી 17 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેને સિંહ સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યના આ પરિવર્તનથી ચાર રાશિઓના જીવનમાં શુભ ફેરફાર આવશે. સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને તે માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને શક્તિનો કારક છે.

Join Our WhatsApp Community

મેષ રાશિના જાતકોને મળશે ભૌતિક સુખ અને સફળતા

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું સિંહ રાશિમાં પ્રવેશ ખૂબ લાભદાયક રહેશે. આ સમય દરમિયાન તેઓ ભૌતિક સુવિધાઓ માટે ખર્ચ કરી શકે છે. જમીન કે વાહન ખરીદવાની શક્યતા છે. ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે અને સંબંધોમાં પ્રેમ અને સમજૂતી રહેશે. ભાગ્ય સાથ આપશે અને દરેક કાર્યમાં સફળતા મળશે.

મિથુન રાશિના જાતકો માટે વિદેશ યાત્રા અને જીવનશૈલીમાં સુધારો

મિથુન રાશિના લોકો માટે સૂર્યનું પરિવર્તન ખૂબ શુભ રહેશે. તેઓ કામના સંદર્ભમાં વિદેશ યાત્રા  કરી શકે છે. જીવનશૈલી માં સુધારો આવશે. અટકેલું ધન પાછું મળશે અને પરિવારમાં શાંતિ અને સુખ રહેશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી રહેશે.

આ સમાચાર પણ વાંચો : Budh Asth 2025 : 24 જુલાઈએ બુધ થશે અસ્ત, 9 ઓગસ્ટ સુધી આ રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત

સિંહ અને ધન રાશિના જાતકો માટે આર્થિક લાભ અને માન-સન્માન

સિંહ રાશિના જાતકો માટે આ સમય ભૌતિક સુખ અને ધન વૃદ્ધિ લાવશે. કેટલાક માટે લગ્ન  ના યોગ બની શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. ધનુ રાશિના જાતકોને વેપારમાં નફો મળશે અને નોકરીમાં પ્રમોશન ના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં મોટા પોઝિટિવ ફેરફાર આવી શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Exit mobile version