Site icon

ગજબ કહેવાય! દક્ષિણ ભારતનું આ પ્રખ્યાત મંદિર અધધધ આટલા કિલો સોનું ડિપોઝિટ કરશે બૅન્કમાં, પ્રતિ વર્ષ મેળવશે આટલા કરોડ રૂપિયા ઇન્ટરેસ્ટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 5 ઓક્ટોબર,  2021 
મંગળવાર  

ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)એ પોતાની પાસે રહેલા 500 કિલોગ્રામ સોનાને મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ડિપોઝિટ કરવાનો નિર્ણય લીધો છે. ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ પ્રખ્યાત અયપ્પા મંદિરનું સંચાલન કરે છે.

Join Our WhatsApp Community

હાલમાં  ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડે ભારે જહેમત બાદ તેમના આધિપત્ય હેઠળ આવતાં મંદિરોના સ્ટ્રૉન્ગરૂમમાં રહેલા સોનાના સ્ટૉકની યાદી બનાવી છે. જો બોર્ડ આટલા કિલો સોનું બૅન્કમાં ડિપોઝિટ કરે છે તો આરામથી તેના પર વાર્ષિક 5 કરોડ રૂપિયાનું ઇન્ટરેસ્ટ મેળવી શકે છે. હાઈ કોર્ટની મંજૂરી બાદ બોર્ડ તેના પ્લાનમાં આગળ વધવાનું છે. આ 500 કિલો સોનામાં કોઈ દાગીના કે પછી ધાર્મિક વિધિઓમાં વપરાતા સોનાનો સમાવેશ કરાયો નથી.

તમે ટાટા ગ્રૂપની કારની ઇનામ આપવાની લોભામણી લિંકનો શિકાર તો નથી બન્યાને? જાણો વિગત

કોરોનાકાળમાં લાંબા સમય સુધી મંદિરો બંધ રહેવાને કારણે ભક્તો તરફથી આવતું દાન, દાગીના વગેરે બંધ થઈ ગયાં હતાં. એટલું જ નહીં પણ મંદિરની આવકને પણ મોટો ફટકો પડ્યો હતો.  બોર્ડે પોતાના આધિપત્ય હેઠળ આવતાં 1200 મંદિર થકી આવક મેળવે છે.

Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જાન્યુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Exit mobile version