ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
કોરોનાના ઘટતા આખરે બે વર્ષ બાદ ભક્તજનો સિદ્ધિવિનાયકના ઓફલાઇન દર્શનનો લાભ લઈ શકશે.
પ્રાપ્ત જાણકારી મુજબ અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં રૂબરૂ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે.
અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે આજે ગણપતિ બાપ્પાના દર્શન માટે ભક્તોની ભીડ જામી છે.
જો કે, કોવિડ-19ના કારણે મંદિરોમાં બાપ્પાના દર્શનનો લાભ માત્ર મર્યાદિત સંખ્યામાં જ ભક્તો લઈ શકશે.
આ પ્રસંગે સિદ્ધિવિનાયક મંદિરના કાર્યકારી અધિકારીએ મિડિયાને જણાવ્યું હતું કે મંદિર કોરોનાના નિયમોને અનુસરીને ખોલવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે અંગારકીને દિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં હજારો ભક્તોનો ધસારો થતો હોય છે પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા બે વર્ષથી સિદ્ધિવિનાયક મંદિર બંધ હતું.